માઈક્રોસોફટ કંપનીના સ્થાપક અને પ્રખ્યાત સમાજસેવી બિલ ગેટ્સે ગુજરાતના મહેમાન તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. એન્જિનિયરિંગ અજાયબી સરદાર પટેલ સાહેબની સૌથી ઊંચી પ્રતિમા અને સરદાર સરોવર નર્મદા ડેમ જોઈને તેઓ દંગ રહી ગયા હતા.
બિલ ગેટ્સે સરદાર સરોવર ડેમનો અદ્ભુત નજારો જોયો હતો.તેમણે પીએમ મોદીના નેતૃત્વમાં આદિવાસી વિકાસ, મહિલા સશક્તિકરણ અને આર્થિક વિકાસની પ્રશંસા કરી હતી. તેણે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાની નીચે વોકવે પરથી ફોટો લીધો હતો. આ પછી તેમણે પ્રતિમાના એક્ઝિબિશન હોલની મુલાકાત લીધી હતી.ᅠ
આ પ્રતિમા કેવી રીતે બની? જેમાં વડાપ્રધાન મોદીના સંકલ્પ સાથે દેશભરમાંથી કૃષિ સાધનો કેવી રીતે એકત્ર કરાયેલ તે સહિતની રસપ્રદ માહિતી તેમને આપવામાં આવી હતી. આ ઉપરાંત આઝાદી પછીના રજવાડાઓના વિલીનીકરણ અને ત્યારબાદ ભારતની રચનામાં સરદાર સાહેબની ભૂમિકાની માહિતી આપવામાં આવી હતી