બ્રહ્માકુમારી સંસ્થાનના સ્થાપક લેખરાજ કૃપલાણી (બ્રહ્માબાબા)ની પુણ્યતિથિ ઉજવણી કરાઇ, તેઓએ ૧૯૬૯ની સાલમાં દેહ છોડયો હતો. બ્રહ્માકુમારીના ૧૦૦ દેશોમાં ૮૫૦૦ સેન્ટર્સ ધમધમે છે.
બ્રહ્માબાબા ના પુણ્યતિથિ અનુસાર અમદાવાદના નવા નરોડ વિસ્તારમાં સુલોચના દીદીજીના હેઠળ પંચગીની રેસિડેન્સીમાં આવેલ સેન્ટર પર બ્રહ્માબાબા ની પુણ્યતિથિ ઉજવવામાં આવી જતી, સેન્ટર ફૂલો થી સજાવવામાં આવ્યું હતું અને બાબાની છબી ને પણ અતિ સુંદર રીતે સજાવટ કરી યોગ અને તેમને યાદ કરી પુણ્યતિથિ મનવાઇ હતી.