કડી તાલુકામાં રાજપુર ગામ પાસે રિયલ સિક્યુરિટી ગ્રુપના ડાયરેક્ટરની નિર્મમ હત્યા થતાં ચકચાર મચી ગઈ છે. રાજપુર પાસે આવેલી એક બંધ ખાનગી કંપની પરિસરમાં રિયલ સિક્યુરિટી ગ્રુપના ડાયરેક્ટર રાધેશ્યામ શર્મા પર અજાણ્યા હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે.
આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સઘન તપાસ હાથ ધરી છે. આ ગુન્હા સંબંધિત નંદાસણ પોલીસ સ્ટેશનમાં 6 શખ્સો સામે હત્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ફરાર હત્યારાઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે
