October 6, 2024
ગુજરાત

અમદાવાદ – ચાલું બાઈકે સ્ટીયરીંગ પાસેથી દોઢ ફૂટ લાંબો ઝેરી સાપ નિકળ્યો, જાણો પછી શું થયું

યુવકના બાઈકના આગળના ભાગથી ઝેરી સાપ નિકળતા ગભરાયેલા યુવકે બાઈક ફંગોળી દીધું હતું. 1.5 ફૂટ લાંબા ઝેરી સાપનું રેસ્ક્યુ વિજય ડાભીએ કર્યું હતું. બોનેટના ભાગે નિકળેલો સાપ જો ડંખી ગયો હોત તો સમયસર સારવાર ન મળતા યુવકને જીવ પણ જઈ શક્યો હોત.

અવાર નવાર ઝાડી ઝાંખરા વિસ્તારમાંથી સાપ નિકળતા હોય છે પરંતુ વાહનો પર પણ સાપ નિકળવાની ઘટના બને છે. આવી જ ઘટના એક યુવક જ્યારે બાઈક લઈને જઈ રહ્યો ત્યારે બાઈકના આગળના બોનેટના ભાગથી સ્ટીયરીંગ પરથી સાપ દેખાતા યુવકે અચાનક ચાલું બાઈક પરથી હાથ લઈ લેતા બાઈફ ફેંકી દીધું હતું. યુવકે આમ પોતાને જીવનું જોખમ રહેવાના કારણે ગભરાયેલી હાલતમાં બાઈકને મુકી દીધું હતું.

બાઈકમાં સાપ ફસાઈ જતા તેને બહાર કાઢવા માટે એનિમલ રેસ્ક્યુ ટીમને જાણ કરાઈ હતી અને વિજય ડાભીએ આ સાપનું રેસ્ક્યુ કર્યું હતું અને બાઈકના આગળના ભાગેથી મહા મુસિબતે આ સાપને બહાર કાઢ્યો હતો.

યુવક જ્યારે ઘરેથી નિકળ્યો ત્યારે તેને ખ્યાલ જ નહોતો કે, આગળના ભાગે ઝેરી 1.5 ફૂટ લાંબો સાપ પણ છે. જે સ્ટીયરીંગના આગળના ભાગેના બોનેટમાં છે. આ સાપ ત્યાં અંદર જ ફસાયેલો હતો. બાઈક આગળ ચાલતા હલન ચલન થતા સાપ પણ બહાર આવ્યો હતો. આ ઝેરી સાપ હતો જેમાં ન્યુરોટોક્સિન નામનું ઝેર હોય છે. જો આ સાપ કરડે તો માણસનું મૃત્યુ થવાની પણ સંભાવના છે.

Related posts

વડાપ્રધાન મોદી 31મી ઓક્ટોબરના રોજ અસારવા અને ઉદયપુર શહેર વચ્ચે વિશેષ એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવશે.

Ahmedabad Samay

રોજ ખજૂર ખાવાના અનેક ફાયદા

Ahmedabad Samay

કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસના કાઉન્સિલર દ્વારા રોગ પ્રતિકારક શક્તિ વધારતો ઉકાળાનું વિતરણ કરાયું

Ahmedabad Samay

RRR2 ફિલ્મનું ટૂંક સમયમાં થશે શૂટિંગ શરૂ

Ahmedabad Samay

વાઇબ્રન્ટ ઉત્સવથી કેટલા લોકોને રોજગારી મળી તે જાહેર કરો:ડો. મનીષ દોશી

Ahmedabad Samay

અમદાવાદના નિકોલ વિસ્તારમાં સર્વે કરવા ગયેલા કર્મચારી પર હૂમલો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો