October 13, 2026
ગુજરાત

AMC સંચાલિત હોસ્પિટલોમાં વેક્સીન ન લેનારને પ્રવેશ નહીં અપાય

શહેરમાં કોરોના વેક્સીનેશનના લક્ષ્યાંકને પૂર્ણ કરવા એએમસી સંચાલિત હોસ્પિટલોમાં વેક્સીન ન લેનારને પ્રવેશ નહીં અપાય. AMC સંચાલિત હોસ્પિટલો અને અર્બન હેલ્થ સેન્ટરના પ્રવેશદ્વારે જ મુલાકાતીઓની તપાસ કરાશે.આ દર્દી સિવાય જે લોકોએ રસી લીધી નહીં હોય તેમને પ્રવેશ આપવામાં નહીં આવે. આવા લોકોએ નજીકના સેન્ટર ઉપરથી રસી લેવાની રહેશે.

બીજી તરફ 01 ડિસેમ્બર થી 7 ડિસેમ્બર સુધી કોરોના રસીનો બીજો ડોઝ લેનારા લોકો માટે એક ડ્રો કરવામાં આવશે. આ ડ્રો બાદ કોઈ એક ભાગ્યશાળીને 60 હજાર રૂપિયાનો મોબાઈલ ફોન આપવામાં આવશે. મહત્વનું છે કે અમદાવાદમાં અત્યાર સુધી કુલ 78 લાખ 74 હજારથી વધુ લોકોને રસીના ડોઝ અપાયા છે. જેમાં 47 લાખ 72 હજારથી વધુને રસીનો પ્રથમ ડોઝ અપાયો છે. જ્યારે 31 લાખ 2 હજારથી વધુ લોકોને રસીના બંને ડોઝ અપાયા છે.

અમદાવાદ મહાનગરપાલિકા પ્રથમ ડોઝની 100 ટકા કામગીરી પૂર્ણ થઇ છે જો કે બીજા ડોઝ લેવાના બાકી લોકો માટે પ્રોત્સાહક યોજનાઓ પણ શરૂ કરવામાં આવી છે.જેના પગલે બીજા ડોઝનું પણ 100 રસીકરણ ઝડપથી પૂર્ણ કરી શકાય. આ ઉપરાંત બીજા ડોઝ માટે ડોર ટુ ડોર સર્વે પણ હાથ ધરવામાં આવ્યો છે.

રાજ્યમાં કોરાના રસીનો પ્રથમ ડોઝ રસી લેવા પાત્ર 93 ટકાએ લોકોએ લઇ લીધો છે. જ્યારે બીજો ડોઝ હજુ સુધી 70 ટકા લોકોએ લીધો છે.જેના પગલે રાજય સરકાર દ્વારા કોરોના રસી લેવા પાત્ર બાકી લોકો પ્રથમ અને બીજો ડોઝ ઝડપથી લે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

Related posts

અદાણી એરપોર્ટ પર તમામ સ્ટાફના પગારમાંથી અદાણી ટુ વહીલર ધારક પાસે થી ૩૦૦૦ રૂ અને ફોર વહીલર પાસેથી ૬૦૦૦રૂ પડાવશે, તમામ કર્મચારીઓ, કાર્ગો એજેન્ટ અને વાહન ચાલકો ના ખુશ

Ahmedabad Samay

હંસપુરા પોલીસ ચોકીમાં ૧૫૧ કલમમાં લોકપમાં ન પુરવાનો ભાવ ૨૦૦૦₹, વકીલનો વહીવટ ૨૦૦૦ જેટલો

Ahmedabad Samay

વડાપ્રધાન મોદીએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી,બુકમાં સંદેશો પણ લખ્યો

Ahmedabad Samay

જળ યાત્રામાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હાજર રહયા

Ahmedabad Samay

ઉનાળાની કાળઝાળ ગરમીની સાથે હવે ફળોના રાજા ગણાતી કેરીની સીઝન પણ પૂરેપૂરી જામી

Ahmedabad Samay

સરદારનગર વોર્ડના પૂર્વ વોર્ડ પ્રમુખ ચંદુ ભકતાણી દ્વારા વાયરલ કરવામાં આવેલ વિડીયોના શખ્સ પર જીવલેણ હુમલો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો