June 22, 2026
ફૂડ ફોર યુ

આજે પેશ છે આપની મનપસંદ રગડા પેટીસ

                      રાગડા પેટીસ

સામગ્રી: બટાકા,આદુ,લીલા મરચાં, ગોળ,આમલી, સફેદ વટાણા,ટામેટા,ડુંગળી, કોથમીર,ગરમ મસાલો,તેલ,ચણા ના દાળિયા, મીઠું,લાલ મરચું,હળદર, ધાણાજીરું,સેવ,લીંબુ, લસણ,હિંગ,
રીત: ★લીલી તીખી ચટણી: કોથમીર,દાળિયા, લીલા મરચાં, લસણ,મીઠું, થોડું પાણી, લીંબુ રસ બધુ મિક્ષ કરી ક્રશ કરી ચટણી તૈયાર કરીલો.લાલ ખાટી મીઠી ચટણી: આમલી-ગોળ બાફી ક્રશ કરી ગાળીને ઉકાળીને મીઠું નાખીને ચટણી તૈયાર કરીલો.હવે સફેદ વટાણા એક રાત પાણી માં પલાળી બાફી લો.એક વાસણ માં તેલ લઈ રાઈ,હિંગ તતળે એટલ તેમાં બાફેલા વટાણા નાખી જરૂર મુજબ લાલ મરચું,ગરમ મસાલો, મીઠું,હળદર, ધાણાજીરું,નાખીને ઉકાળી ને રગડો તૈયાર કરો.હવે બટાકા ને બાફી છોલી તેમાં વાટેલા આદું-મરચાં, મીઠું,હળદર, નાખી મિક્ષ કરીને ગોળ-ગોળ પેટીસ તૈયાર કરી તવી પર મૂકી તેલ નાખી બદામી રંગની થાય ત્યાં સુધી તળી લો.પછી એક પ્લેટ માં પેટીસ મૂકી તેની ઉપર રગડો ,લાલ ચટણી,લીલી ચટણી,ઝીણી કરેલી ડુંગળી,ટામેટા, સેવ,કોથમીર નાખો અને તૈયાર છે સ્વાદિષ્ટ મજેદાર રાગડા પેટીસ.

ટિપ્સ:

શેફ રાજેશ ઠાકોર
શેફ રાજેશ ઠાકોર

(બનાવેલ ચટણી ભેળ,સેવ પુરી,દહીં પુરી, કોઈપણ ચાટ મા નાખીને ખાઈ શકાય)

Related posts

આવો જાણીએ નાનું દેખાતું ફળ આમળા ખાવાથી થતા મોટા ફાયદા

Ahmedabad Samay

પાલક પનીરની વધુ એક લાજવાબ રેસિપી” પાલક પનીર ટોસ્ટ”

Ahmedabad Samay

પનીર સ્પેશિયલ “પનીર આલુ કટલેસ”

Ahmedabad Samay

આજે બનાવો મજેદાર સ્વાદિષ્ટ વાટેલી દાળના ખમણ

Ahmedabad Samay

જાણો ફળ ખાવાના સાચા નિયમો, નહીં તો પેટમાં થશે એવી ગડબડ કે નીકળી જશે જીવ

Ahmedabad Samay

અપચો અને ઉબકા જેવી સમસ્યાઓ માટે ઘરમાં બનાવીને રાખો હિંગનું અથાણું, જાણો તેને બનાવવાની પરંપરાગત રીત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો