September 21, 2026
ગુજરાતફૂડ ફોર યુ

સાબરમતી રિવરફ્રન્‍ટ ઈવેન્‍ટ સેન્‍ટર ખાતે ૧૩ નવેમ્‍બરથી ૧૬ નવેમ્‍બર દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્‍તરે માન્‍યતા ધરાવતાં ઈન્‍ટરનેશનલ ફૂડ ફેસ્‍ટિવલ ‘ફૂડ ફોર થોટ ફેસ્‍ટ’નું આયોજન કરવામાં આવ્‍યું

અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશન ફરીએકવાર  સ્‍વાદપ્રેમીઓ માટે એક અનોખો અને સ્‍મરણિય અનુભવ લાવી રહ્યું છે. અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એસએએજી (સાઉથ એશિયન એસોસિયેશન ફોર ગેસ્‍ટ્રોનોમી)ના સહયોગથી સાબરમતી રિવરફ્રન્‍ટ ઈવેન્‍ટ સેન્‍ટર ખાતે ૧૩ નવેમ્‍બરથી ૧૬ નવેમ્‍બર દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્‍તરે માન્‍યતા ધરાવતાં ઈન્‍ટરનેશનલ ફૂડ ફેસ્‍ટિવલ ‘ફૂડ ફોર થોટ ફેસ્‍ટ’નું આયોજન કરવામાં આવ્‍યું છે. ‘ફૂડ ફોર થોટ ફેસ્‍ટ’ માત્ર ફૂડ ફેસ્‍ટિવલ નથી પણ વિચાર અને સ્‍વાદનો મેળાવડો છે. ફૂડ ફોર થોટ ફેસ્‍ટ અવનવી વાનગીઓના શોખીનો અને મનોરંજન પ્રેમીઓને એકસમાન આનંદ મળી રહે તેવી રીતે તૈયાર કરવામાં આવ્‍યું છે. આ વર્ષના ફેસ્‍ટિવલમાં ભારત ઉપરાંત નેપાળ, સ્‍પેન, નેધરલેન્‍ડ જેવા દેશોની ભાગીદારી રહેશે, જે આ ફૂડ ફેસ્‍ટિવલને આંતરરાષ્ટ્રીય રંગ આપશે.

આ ઇન્‍ટરનેશલન ફૂડ ફેસ્‍ટિવલ રાંધણકળા અંગેની ચર્ચા, વાનગીઓ, વિચારોની આપ-લે માટે એક અનોખા મંચ તરીકે સેવા આપે છે. આ ફૂડ ફેસ્‍ટિવલમાં જાણીતી સેલિબ્રિટીઝ અને નિષ્‍ણાતોની ઉપસ્‍થિતિ ઉપરાંત માસ્‍ટર શેફ સાથે નવી વાનગીઓની શોધ તથા સમગ્ર પરિવાર માટે અવિસ્‍મરણીય અનુભવ કરાવતા માહિતીસભર મનોરંજનની મજા માણવા મળશે. આ આંતરરાષ્ટ્રીય ફૂડ ફેસ્‍ટિવલમાં જાણિતા ફૂડ ક્રિટિક અને લેખિકા રશ્‍મિ ઉદય શીંઘ, સુપ્રસિદ્ધ શેફ અભિજિત સાહા અને ગૌતમ મહર્ષિ, નેપાળની લેખિકા રોહિણી રાણા, પદ્મશ્રી ડો.પુષ્‍પેશ પંત ઉપસ્‍થિત રહેશે.

આ ફૂડ ફેસ્‍ટિવલમાં સાઉથ એશિયાના માસ્‍ટર શેફસ દ્વારા લાઇવ કૂકિગ વર્કશોપ્‍સ અને ફૂડ શોનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. ‘અ ટેસ્‍ટ ઓફ લક્‍ઝરી’ અને ‘ધ રિજનલ ફલેવર’ એમ બે પ્રકારની થીમ પર ફૂડ કોર્ટ તૈયાર કરવામાં આવ્‍યા છે. જેમા લક્‍ઝરી હોટેલ્‍સ દ્વારા પોતાની શ્રેષ્ઠ વાનગીઓ પીરસવામાં આવશે, જ્‍યારે ધ રિજનલ ફલેવરમાં વિવિધ રિજનલ ફલેવરર્સ ફૂડને સ્‍ટ્રીટ ફૂડ શૈલીમાં રજૂ કરવામાં આવશે.

આ ઈન્‍ટરનેશનલ ફૂડ ફેસ્‍ટિવલમાં ત્રણ અનોખા પેવિલિયન્‍સ પણ તૈયાર કરવામાં આવશે. લક્‍ઝરી પેવિલિયનમાં પ્રતિષ્ઠિત હોટેલ્‍સ દ્વારા તેમની વિશેષ વાનગીઓ પીરસવામાં આવશે.  સ્‍પિરિચ્‍યુઅલ પેવિલિયનમા પુરીના જગન્નાથ મંદિરમાં આપવામાં આવતા ‘‘ભોગ પ્રસાદ” સાથે આધ્‍યાત્‍મિક અનુભૂતિ થશે. જ્‍યારે કોફી પેવિલિયનમાં લાઈવ કોફી, રોસ્‍ટિંગ, બ્રૂઇંગ અને વર્કશોપ્‍સ સાથે કોફી પ્રેમીઓ માટે શૈક્ષણિક અને મનોરંજક માહિતીઓની આપ-લે કરવામાં આવશે.

આ ફૂડ ફેસ્‍ટિવલ વિદ્યાર્થીઓ અને વ્‍યાવસાયિકો માટે પ્રેરણાનું પ્‍લેટફોર્મ બનશે. હોટેલ મેનેજમેન્‍ટના વિદ્યાર્થીઓ, ફૂડ બ્‍લોગર્સ અને ઉદ્યોગકારો માટે ફેસ્‍ટિવલ એક લર્નિગ અને નેટવર્કિંગ તકો પૂરી પાડશે. આ ઉપરાંત તેઓ સાઉથ એશિયાની ખાદ્ય પરંપરાઓ સાથે નવી તકનીક અને વિચારપ્રવાહ પણ શીખી શકશે.

અત્રે ઉલ્‍લેખનીય છે કે, સાઉથ એશિયન એસોસિયેશન ફોર ગેસ્‍ટ્રોનોમી, જેણે વર્ષ ૨૦૧૫થી દર વર્ષે આ ફેસ્‍ટિવલ સફળતાપૂર્વક આયોજીત કરીને દક્ષિણ એશિયાના ખાદ્ય અને સંસ્‍કૃતિ ક્ષેત્રમાં આગવું સ્‍થાન મેળવ્‍યું છે. ‘ફૂડ ફોર થોટ ફેસ્‍ટ’ સાઉથ એશિયાની વૈવિધ્‍યસભર રસોઈ પરંપરાઓ અને સાંસ્‍કૃતિક વારસાને ઉજાગર કરતો એક અનોખો મંચ છે. આ ફેસ્‍ટિવલ માત્ર સ્‍વાદ જ નહીં, પણ વિચારો, સંસ્‍કૃતિ અને જોડાણનો ઉત્‍સવ પણ બનશે. આ ફૂડ ફેસ્‍ટિવલ હવે અમદાવાદના સ્‍વાદપ્રેમીઓ માટે એક સ્‍મરણિય અનુભવ બની રહેવાનો છે.

Related posts

ઓલ ઇન્ડિયા પોલીસ 9 થી 13 મે સુધી બેડમિન્ટન અને ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ માટે ગુજરાત પોલીસનું સિલેક્શન સુરતમાં

Ahmedabad Samay

સૈજપુર વોર્ડના ઉમેદવારોને કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપની ફોટો ફ્રેમ અપાઇ

Ahmedabad Samay

અમદાવાદ – HIV પોઝિટિવ, પીડિત, નિરાધાર મહિલાઓ માટે અગત્યનું આશ્રયસ્થાન બન્યું ઓઢવનું નારી સંરક્ષણ ગૃહ

Ahmedabad Samay

કુબેરનગર માં દાદા શ્રી જીવણલાલ જયરામ દાસ રોડ નું નામકરણમાં કોંગ્રેસના કોર્પોરેટરને આમંત્રણ ન આપતા હોબાળો

Ahmedabad Samay

મુખ્યમંત્રીના હસ્તે આટકોટની પરવાડીયા હોસ્પિટલમાં હૃદય રોગ વિભાગ, બે ઓ.ટી.નું લોકાર્પણ: ડોક્યુમેન્ટ્રી ફિલ્મનું પણ પ્રસારણ

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ ના અમદાવાદ જિલ્લા સહ મંત્રી અને ટીમ દ્વારા ૧૨૦૦ બેડમાં અપાઇ સેવા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો