August 7, 2026
ગુજરાત

લોકડાઉન ૪.૦ ફક્ત હોટસ્પોટ વિસ્તાર માટે

૧૭મેના રોજ લોકડાઉન ૩.૦ પૂર્ણ થઈ રહ્યું છે અને સાથે જ ચોથું લોકડાઉન શરૂ થશે. જોકે સોમવારથી લોકોને ઘણી બધી રાહત મળે તેવી સંભાવના છે. લોકો સમુહમાં  ભેગા ન થાય તેની કાળજી રાખવામાં આવશે તેથી મોલ, શૈક્ષણિક  સંસ્‍થાઓ, સિનેમાઓ વગેરેને મંજુરી નહિ અપાય પરંતુ બાકીની પ્રવૃતિઓ શરૂ કરવાની છૂટ અપાશે. પબ્‍લિક ટ્રાન્‍સપોર્ટ પણ શરૂ થઈ શકશે. જેમા બસ, ટેકસી અને ઓટોનો સમાવેશ થાય છે. સોમવારથી લોકોએ સોશ્‍યલ ડિસ્‍ટન્‍સીંગ સાથે આગળ વધવુ પડશે. કોરોના ન આવે તે માટે કડક નિયમોનું પાલન કરવુ પડશે.

લોકડાઉન ૪.૦માં મેટ્રો રેલવે સેવા એક સીમિત સ્‍તર પર શરુ કરવામાં આવી શકે છે. દિલ્‍હી મેટ્રોને ચલાવવા માટે સીઆઈએસએફ દ્વારા પૂર્વ તૈયારી કરી લેવામાં આવી છે.  ટ્રેનમાં દરેક પ્રવાસીઓનું સ્‍ક્રીનિંગ કરાશે અને જે મુસાફરોમાં લક્ષણો દેખાશે તેમને ટ્રેનમાં મુસાફરી કરવા દેવામાં આવશે નહીં. એવું પણ માનવામાં આવે  છે કે, ૧૮ મેથી એરલાઈન્‍સ કંપનીઓને પણ હવાઈ યાત્રા શરુ કરવાની મંજૂરી મળી શકે છે. જોકે, તે આંશિક રુપે શરુ કરવામાં આવશે તેવી સંભાવના વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.

Related posts

ધૈર્યરાજસિંહને આજે 16 કરોડ રૂપિયાની મદદ પૂરી થઈ, ગુજરાતના સેવાભાવીઓ ની મેહનત રંગલાવી

Ahmedabad Samay

જાન્યુઆરી ૨૦૨૬માં ભારતનો છૂટક ફુગાવો ૨.૭૫ ટકા રહ્યો છે. જાણો શુ થશે તેની અસર

Ahmedabad Samay

દાદાની સરકારમાં ભૂકંપ,મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળના તમામ ૧૬ મંત્રીઓના રાજીનામાં લેવાયા, આજે નવા મંત્રીઓ લેશે શપથ

Ahmedabad Samay

એલિસબ્રિજ પોલીસે ઇંગ્લીશ દારૂ બનાવવાનુ કારખાનું પકડી પાડયુ

Ahmedabad Samay

રક્ષક જ બન્યા ભક્ષક: પાલક પિતાએ બે માસ સુધી સાવકી પુત્રી પર શારીરિક અડપલા કરી ધમકી આપતા

Ahmedabad Samay

વર્તમાન સમયમાં શેરબજારમાં જોવા મળી રહેલી ભારે અસ્થિરતા અને ઉતાર-ચઢાવના કારણે બેંક FD સેફ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો