૧૭મેના રોજ લોકડાઉન ૩.૦ પૂર્ણ થઈ રહ્યું છે અને સાથે જ ચોથું લોકડાઉન શરૂ થશે. જોકે સોમવારથી લોકોને ઘણી બધી રાહત મળે તેવી સંભાવના છે. લોકો સમુહમાં ભેગા ન થાય તેની કાળજી રાખવામાં આવશે તેથી મોલ, શૈક્ષણિક સંસ્થાઓ, સિનેમાઓ વગેરેને મંજુરી નહિ અપાય પરંતુ બાકીની પ્રવૃતિઓ શરૂ કરવાની છૂટ અપાશે. પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ શરૂ થઈ શકશે. જેમા બસ, ટેકસી અને ઓટોનો સમાવેશ થાય છે. સોમવારથી લોકોએ સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે આગળ વધવુ પડશે. કોરોના ન આવે તે માટે કડક નિયમોનું પાલન કરવુ પડશે.
લોકડાઉન ૪.૦માં મેટ્રો રેલવે સેવા એક સીમિત સ્તર પર શરુ કરવામાં આવી શકે છે. દિલ્હી મેટ્રોને ચલાવવા માટે સીઆઈએસએફ દ્વારા પૂર્વ તૈયારી કરી લેવામાં આવી છે. ટ્રેનમાં દરેક પ્રવાસીઓનું સ્ક્રીનિંગ કરાશે અને જે મુસાફરોમાં લક્ષણો દેખાશે તેમને ટ્રેનમાં મુસાફરી કરવા દેવામાં આવશે નહીં. એવું પણ માનવામાં આવે છે કે, ૧૮ મેથી એરલાઈન્સ કંપનીઓને પણ હવાઈ યાત્રા શરુ કરવાની મંજૂરી મળી શકે છે. જોકે, તે આંશિક રુપે શરુ કરવામાં આવશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.