July 19, 2026
ગુજરાત

લાયસન્સ રદ હોવા છતાં ધમધમતી એક ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નીકળી,10 ના મોત

અમદાવાદમાં એક અત્યંત ચોંકાવનારી અને કમકમાટીભરી ઘટના સામે આવી છે, જેમાં લાયસન્સ રદ હોવા છતાં ધમધમતી એક ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ભયાનક વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો ધડાકો આસપાસના ૫ કિલોમીટર દૂર સુધીના વિસ્તારમાં સંભળાયો હતો. આ ગંભીર દુર્ઘટનામાં ફેક્ટરીની અંદર કામ કરી રહેલા શ્રમિકોની બોડીના ચીથરા ઉડી ગયા હતા. ઘટનાની ગંભીરતાને જોતાં રેપિડ એક્શન ફોર્સ દ્વારા આ બ્લાસ્ટમાં ૧૦ લોકોના કમકમાટીભર્યા મોતો થયા હોવાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દુઃખ વ્યક્ત અને આર્થિક સહાયની જાહેરાત:
આ ભયાનક આગ દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઊંડા અસહ્ય દુઃખની લાગણી વ્યક્ત કરી છે. પીએમઓ ઈન્ડિયાના સત્તાવાર માધ્યમ દ્વારા વડાપ્રધાને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, ગુજરાતના અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલી આ દુર્ઘટનાથી તેઓ અત્યંત દુઃખી છે અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરે છે. આ સાથે જ વડાપ્રધાન દ્વારા પીડિતો માટે આર્થિક મદદની જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત મૃતકોના પરિવારોને પીએમએનઆરએફમાંથી ૨ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે, જ્યારે ઈજાગ્રસ્તોને ૫૦ હજાર રૂપિયાની આર્થિક સહાય પહોંચાડવામાં આવશે. સ્થાનિક તંત્ર પણ હાલ અસરગ્રસ્તોને તમામ સંભવિત સહાય પહોંચાડી રહ્યું છે.

તંત્રનો કાફલો ઘટનાસ્થળે – બચાવ અને રાહત કામગીરી ઝડપી કરાઈ:
બ્લાસ્ટની માહિતી મળતાની સાથે જ સ્થાનિક ફાયરબ્રિગેડની ૫ થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આ સાથે નજીકમાં આવેલા આરએએફ કેમ્પમાંથી જવાનો પણ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને પગલે અમદાવાદના મેયર હિતેશ બારોટ, ઝોન ૮ ના ડીસીપી મયુર પાટીલ તેમજ સેક્ટર ૨ ના જેસીપી જયપાલસિંહ રાઠોડ સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી બચાવ કામગીરીને વેગ આપ્યો હતો.

ઈજાગ્રસ્તોને સારવાર અર્થે વિવિધ હોસ્પિટલોમાં ખસેડાયા:
આ ભયાનક બ્લાસ્ટમાં અનેક લોકો ગંભીર રીતે દાઝી ગયા હોવાના અહેવાલો છે. ઘટનાસ્થળેથી તાત્કાલિક બચાવ કામગીરી કરીને ઈજાગ્રસ્તો પૈકી ૪ વ્યક્તિઓને વધુ સારવાર માટે એલ. જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય ૩ ઈજાગ્રસ્તોને અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ગેરકાયદેસર રીતે ચાલતી ફેક્ટરીનું લાયસન્સ રદ હોવા છતાં આ પ્રવૃત્તિ કેવી રીતે ચાલુ હતી તે દિશામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Related posts

બે સપ્તાહ માં ભારતની હાલત ચિંતા જનક થઇ શકે છે

Ahmedabad Samay

રક્ષક જ બન્યા ભક્ષક: પાલક પિતાએ બે માસ સુધી સાવકી પુત્રી પર શારીરિક અડપલા કરી ધમકી આપતા

Ahmedabad Samay

જોધપુર વોર્ડમાં કોંગ્રેસના 3 ઉમેદવારોના ફોર્મ લઇ અન્ય ઉમેદવાર છુમંતર

Ahmedabad Samay

ગુજરાતમાં 18થી 20 માર્ચ સુધીમાં ત્રણ દિવસ કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી

Ahmedabad Samay

ગુજરાતમાં પ્રવાસે આવેલા વિદેશ મંત્રીએ નવી સંસદના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાના વિપક્ષોના નિર્ણયને લઈને કહી આ વાત

Ahmedabad Samay

ખેડૂતો માટે એક મહત્‍વપૂર્ણના સમાચાર રાજ્‍યમાં ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ ૯ નવેમ્‍બરથી કરવામાં આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો