August 7, 2026
ગુજરાતરાજકારણ

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગયેલ છે. કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા આ ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા અને બીજા તબક્કામાં નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી યોજાશે.

છ મહાનગરપાલિકાઓ માટે ૨૧ ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને ૨૩મી ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે. ૩૧ જિલ્લા પંચાયતો અને ૨૩૧ તાલુકા પંચાયતો તથા ૮૧ નગરપાલિકાઓ માટે ૨૮ ફેબ્રુઆરીએ મતદાન થશે જેની મતગણતરી બીજી માર્ચે કરવામાં આવશે. ચૂંટણી દરમિયાન કોરોનાના નિયમોનું પાલન થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવશે. આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા તમામ જિલ્લા કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા એક સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં કોરોનાકાળ વચ્ચે ચૂંટણી યોજાવાની હોવાથી મતદાન મથકોએ ચૂંટણી સ્ટાફ તથા પોલીસને ફેસશિલ્ડ, સેનિટાઈજર તથા માસ્ક પૂરા પાડવામાં આવશે.

મતદાન મથકોએ પણ મતદારો માટે સેનિટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવશે. કોરોનાનો ચેપ ન ફેલાય તેની તકેદારીના ભાગ રૂપે માસ્ક અને સેનિટાઈઝર જેવી વ્યવસ્થા પર વધારે ભાર મૂકવામાં આવ્યો હતો.

 

રાજ્ય મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની મુદત છેલ્લા એક માસથી પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે આજે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. રાજ્યની ૩૧ જિલ્લા પંચાયતો, ૨૩૧ તાલુકા પંચાયતો, ૮૩ નગરપાલિકાઓ અને ૬ મહાનગરપાલિકાઓ મુદ્દત પૂર્ણ થઈ જતાં હાલ વહીવટદાર શાસન છે. ત્યારે રાજ્ય ચૂંટણી પંચ આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી જાહેર કરી દીધી છે.

ઇલેક્શન ડિકલેરેશન

 

Related posts

રાજ્યના ૧૯ પી.એસ.આઇ.ની બદલીના હુકમો કરાયા

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લામાં વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત જનભાગીદારી થકી સમગ્ર જિલ્લામાં 35,175 વૃક્ષો ઉછેરાશે

Ahmedabad Samay

AI 171 ફ્લાઈ ક્રેશમાં જીવ ગુમાવનાર GISF ગાર્ડ સ્વ:રાજેન્દ્ર પાટનકરની યાદમાં કવિ શ્રી ગિરીશ ઠાકુર SSI, GISFSએ કવિતા રજુઆત કરી

Ahmedabad Samay

વાપીમાં ભાજપની શાનદાર જીત, આપ ખાતુપણ ન ખોલાવી શકી

Ahmedabad Samay

અમદાવાદ – વિશાલા પાસે જર્જરીત થયેલા શાસ્ત્રી બ્રિજનું 5.50 કરોડના ખર્ચે સમારકામ કરાશે

Ahmedabad Samay

આ મહિનાના અંતમાં સૌરાષ્‍ટ્ર-કચ્‍છ-ગુજરાતમાં છુટાછવાયા સ્‍થળોએ ફરી માવઠાની શક્‍યતા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો