September 21, 2026
ગુજરાતરાજકારણ

AIMIM મોડાસા નગરપાલિકામાં હવે વિપક્ષની ભૂમિકા નીભાવશે,મોડાસા નગરપાલિકામાં AIMIMની એન્ટ્રી

મોડાસા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ ફરી કબજો કર્યો હતો. મોડાસામાં છેલ્લા ૨૫ વર્ષથી નગરપાલિકામાં ભાજપનું શાસન છે. મોડાસા નગરપાલિકાના ૯ વોર્ડની ૩૬ બેઠક છે. મોડાસામાં વોર્ડ નંબર ૭ અને ૮માં પુરી પેનલ તેમજ વોર્ડ નંબર ૬માં AIMIM એક બેઠક જીતવામાં સફળ રહી

ગુજરાતમાં મહાનગરપાલિકામાં ૭ બેઠક જીત્યા પછી અસદુદ્દીન ઓવૈસીની AIMIMએ મોડાસા નગરપાલિકામાં એન્ટ્રી કરી છે. ઓવૈસીની પાર્ટીએ મોડાસા નગરપાલિકામાં ૧૨ બેઠકો ઉપર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા હતા જેમાંથી ૯ બેઠક જીતી લીધી છે. AIMIM મોડાસા નગરપાલિકામાં હવે વિપક્ષની ભૂમિકા નીભાવશે. કોંગ્રેસ પાસેથી આ પદ છીનવાઇ ગયુ છે.

હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી  ગુજરાતમાં પ્રથમ વખત ચૂંટણીમાં ઝંપલાવ્યુ હતું. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીએ ૨૧ બેઠક પર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા હતા જેમાંથી ૭ બેઠક પર જીત મેળવી હતી. જમાલપુર વોર્ડમાં પુરી પેનલ તેમજ મકતમપુરા વોર્ડમાં ૩ ઉમેદવાર જીત્યા હતા.

Related posts

આવતી કાલે મતગણતરી થવાની છે. ત્‍યારે મળતા ટ્રેન્‍ડ અનુસાર આ ચુંટણીમાં ભાજપનો દબદબો યથાવત રહે તેવી શકયતા

Ahmedabad Samay

સોલા સિવિલ હોસ્પિટલમાં એક મહિલા અને ચાર પુરુષોને કોરોનાની રસી આપવામાં આવી

Ahmedabad Samay

NSUI ના પૂર્વ મહામંત્રી શ્રી ગૌરાંગ મકવાણા દ્વારા ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું.

Ahmedabad Samay

રાજપૂતના મેડિકલ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થી પારિતોષિક અને વાર્ષિક સ્માહરો નું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

બાલવાટિકા બાળકો અને પરિવારો માટે લોકપ્રિય મનોરંજન સ્‍થળ હવે નવા રૂપમાં તૈયાર

Ahmedabad Samay

વાસણા બેરેજના 4 દરવાજા ખોલવામાં આવ્યા, સંતસરોવરનું પાણી સાબરમતીમાં છોડાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો