September 24, 2026
ગુજરાત

બાલવાટિકા બાળકો અને પરિવારો માટે લોકપ્રિય મનોરંજન સ્‍થળ હવે નવા રૂપમાં તૈયાર

અમદાવાદના કાંકરિયા તળાવ ખાતે આવેલું બાલવાટિકા, બાળકો અને પરિવારો માટે લોકપ્રિય મનોરંજન સ્‍થળ, હવે નવા રૂપમાં તૈયાર થયું છે. અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા ૨૨ કરોડ રૂપિયાના ખર્ચે રિડેવલપમેન્‍ટ કરાયેલા આ બાલવાટિકામાં ૨૧ નવી અને આકર્ષક એક્‍ટિવિટીઝ ઉમેરવામાં આવી છે. આ સાથે, બાલવાટિકાની એન્‍ટ્રી ફીમાં પણ વધારો કરવામાં આવ્‍યો છે, જે હવે ૫૦ રૂપિયા નક્કી કરાઈ છે, જ્‍યારે વિવિધ એક્‍ટિવિટીઝની ટિકિટના દર ૬૦ રૂપિયાથી ૪૫૦ રૂપિયા સુધી રહેશે.

અગાઉ બાલવાટિકાની એન્‍ટ્રી ફી માત્ર ૩ રૂપિયા હતી, જેમાં ૨ એક્‍ટિવિટીઝ નિઃશુલ્‍ક હતી. હવે ૫૦ રૂપિયાની એન્‍ટ્રી ફી સાથે ૬ એક્‍ટિવિટીઝ નિઃશુલ્‍ક ઉપલબ્‍ધ રહેશે. નવા આકર્ષણોમાં ડાયનાસોર ટ્રેન, હેરણ ટ્રેન, લેઝી રિવર, ભૂલભૂલૈયા, ફ્‌લાઇંગ થિયેટર, એડવેન્‍ચર રાઇડ્‍સ, ગ્‍લાસ ટાવર, તાો-પાર્ક, વેક્‍સ મ્‍યુઝિયમ, અને સ્‍ય્‍ રિયાલિટી ગેમ્‍સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મડ બાઇક, રોબોટ મૂવિંગ એક્‍ટિવિટી, અને રોયલ રાઇડ જેવી એક્‍ટિવિટીઝ બાળકો અને યુવાનોને રોમાંચક અનુભવ આપશે. બાલવાટિકાનું સંચાલન અને જાળવણીની જવાબદારી સુપરસ્‍ટાર એમ્‍યુઝમેન્‍ટ પ્રાઇવેટ લિમિટેડને સોંપવામાં આવી છે. આ કંપની સિકયુરિટી, કર્મચારીઓના પગાર, મેન્‍ટેનન્‍સ, અને લાઇટ બિલ જેવા ખર્ચાઓનું સંચાલન કરશે. ખ્‍પ્‍ઘ્‍ની સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન અનુસાર, આ રિડેવલપમેન્‍ટ પબ્‍લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડેલ હેઠળ કરવામાં આવ્‍યું છે, જેમાં AMCને ૨૭% આવકનો હિસ્‍સો મળશે.

અગાઉ બાલવાટિકા દ્વારા ખ્‍પ્‍ઘ્‍ને વાર્ષિક ૧૦ લાખ રૂપિયાની આવક પ્રાપ્ત થતી હતી. નવનિર્મિત બાલવાટિકામાં એક્‍ટિવિટીઝની સંખ્‍યા અને એન્‍ટ્રી ફીમાં વધારો થવાથી, AMCને હવે વાર્ષિક ૪૦ લાખ રૂપિયાની આવકની અપેક્ષા છે. આ નવી સુવિધાઓ અને આકર્ષણો બાલવાટિકાને ગુજરાતના સૌથી નવીન મનોરંજન સ્‍થળોમાંનું એક બનાવશે, જે બાળકો, યુવાનો અને પરિવારો માટે આનંદનો અનુભવ આપશે. બાલવાટિકા કાંકરિયા તળાવના ગેટ નંબર ૩ ખાતે આવેલું છે અને તે મંગળવારથી રવિવાર સુધી સવારે ૯ થી રાત્રે ૧૦ સુધી ખુલ્લું રહે છે. સોમવારે તે બંધ રહે છે. આ ઉપરાંત, કાંકરિયા તળાવની અન્‍ય આકર્ષણો જેવી કે કમલા નહેરુ ઝૂ, નગીનાવાડી, અને ટોય ટ્રેન પણ પર્યટકો માટે ઉપલબ્‍ધ છે, જેની અલગ ટિકિટ ફી લાગુ પડે છે.

Related posts

અમદાવાદના નિકોલ વિસ્તારમાં સર્વે કરવા ગયેલા કર્મચારી પર હૂમલો

Ahmedabad Samay

અસારવા પૂર્વ કાઉન્સિલર સુમનકંવર રાજપૂત દ્વારા HIV પેશન્ટને કોરોના વેકસીન આપવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદમાં રવિવારે યોજાનારી ઉચ્ચત્તર માધ્યમિક પરીક્ષા સંદર્ભે શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું પ્રસિદ્ધ

Ahmedabad Samay

ઇન્ટરેસ્ટિંગ અને થ્રિલર સ્ટોરી સાથે આવી રહી છે ગુજરાતી ફિલ્મ “ કાચું ફુલ ”

Ahmedabad Samay

પાટણ જિલ્લાની ચાણસ્મા, રાધનપુર અને હારીજ નગરપાલિકાની પાંચ વર્ષની મુદ્દત પૂર્ણ, હવે વહીવટદારનું શાસન

Ahmedabad Samay

RTE બીજા રાઉન્ડમાં એડમિશન થી વનચિત રહેલા વિદ્યાર્થીઓને પુનઃ પસંદગી કરવા તક આપવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો