August 9, 2026
ગુજરાત

કોરોના ની ગુજરાતમાં ચિંતા જનક ત્રીજી લહેર, નવા ૧૪ કન્ટેઇનમેન્ટ જાહેર

ગુજરાતમાં ફરી એકવાર કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. 80 દિવસ બાદ ગુજરાતમાં ફરી એક વખત કોરોનાના કેસ 900ને પાર પહોંચી ગયા છે. તો 3 મહિના બાદ અમદાવાદમાં કોરોનાના દરરોજના કેસ 240ને પાર પહોંચી ગયા છે. માર્ચ મહિનાની શરૂઆતથી જ ફરી કોરોનાના કેસમાં ધરખમ ઉછાળો આવ્યો છે.

દિવાળી બાદ કોરોનાની ત્રીજી લહેરમાં હોસ્પિટલોમાં બેડ ફૂલ થવા લાગ્યા છે. ખાનગી હોસ્પિટલોમાં પણ 21 ટકા જટેલા બેડ ફૂલ થઈ ગયા છે. માર્ચ મહિના પહેલા જ્યાં 96 ટકા બેડ ખાલી હતા. પરંતુ દર્દીઓ વધતા ફરી બેડ ફૂલ થઈ રહ્યા છે. તો શહેરમાં ઠેર ઠેર ટેસ્ટિંગ ડોમમાં ફરી એક વખત ટેસ્ટિંગ માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે.અમદાવાદમાં સતત કોરોનાના કેસ વધતા હોવાથી કન્ટેઈનમેન્ટ ઝોનમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.

અમદાવાદના વધુ 14 વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મૂકાયા

​​​​​​​સિલ્વર ગાર્ડનિયા, ગોતા

ઇડન ગોદરેજ ગાર્ડન સિટી, ચાંદલોડિયા

વિક્રમનગર કોલોની, બોડકદેવ

શાયોના પુષ્પ એપાર્ટમેન્ટ, ઘાટલોડિયા

સુપ્રભ એપાર્ટમેન્ટ, બકેરી સિટી, વેજલપુર

મહા શક્તિ સોસાયટી, જીવરાજપાર્ક

ગાર્ડન રેસિડન્સી, સાઉથ બોપલ

કાન્હા પાર્થ સારથી એવન્યુ, જોધપુર

સમય રેસિડન્સી, નિકોલ

અયોધ્યાનગરી, ડી. કેબિન, ચાંદખેડા

અક્ષર હીલ, ચાંદખેડા

આદિત્ય ગ્રીન્સ, ન્યુ સીજી રોડ, ચાંદખેડા

તુલસી શ્યામ ફ્લેટ, ભીમજીપુરા, જૂના વાડજ

રાજ્યના 2 જિલ્લામાં શૂન્ય કેસ

બોટાદ અને ડાંગ એમ કુલ 2 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.

 

Related posts

પેટ્રોલ-ડીઝલ બાદ હબે સી.એન.જી ના ભાવ વધારાની થઇ બ્રેક ફેલ

Ahmedabad Samay

વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ગત રાત્રે ૧૧:૦૦ કલાકે થયા હતા ઠપ્પ

Ahmedabad Samay

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ગોકુલધામ સોસાયટીમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું

Ahmedabad Samay

મેઘાણીનગરમાં તંત્રની પોલ ખુલી, થોડા સમય પહેલા સમારકામ કરેલ રોડ પર પહેલા વરસાદમાં જ ગાબડું

Ahmedabad Samay

ઘોડાસર બીઆરટીએસ રોડ પર બ્રહ્માણી ટ્રાવેલ્સનું પ્રાઈવેટ પાર્કિંગમાં આગ લાગતા ૦૭ ગાડીઓ બળી ખાખ

Ahmedabad Samay

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે તમામ મહાનગરપાલિકાઓના પદાધિકારીઓને ગાંધીનગર ખાતે યોજાયેલ બેઠકમાં  ટાંટિયાખેંચ બંધ કરી વિકાસના કામોમાં ધ્‍યાન આપો તેવી ટકોર કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો