August 8, 2026
ગુજરાત

રાજ્ય સરકાર દ્વારા હોળી ધૂળેટીના તહેવાર અંગે ગાઇડલાઇન જાહેર કરી

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હોળી અને ધૂળેટીના તહેવારને લઇને સ્પષ્ટતા કરી હતી.રાજ્યના ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી ગાઇડલાઇન પ્રમાણે હોળીની ઉજવણીને આશિંક છૂટછાટ આપવામાં આવી છે, જ્યારે ધૂળેટીની ઉજવણી પર પ્રતિબંધ મુકાયો છે.

ગાઇડલાઇનમાં જણાવાયું છે કે હોળી-ધૂળેટીના તહેવારોની ઉજવણી માટે લોકો સોસાયટી, શેરી, નાકા, જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો તથા રસ્તાઓ પર મોટા સંખ્યામાં લોકો એકઠા થાય છે. જેના કારણે કોરોના સંક્રમણ ફેલાવાની શક્યતા છે. જેના કારણે આ વખતે મર્યાદિત સંખ્યામાં પરંપરાગત રીતે ધાર્મિક વિધિથી હોળી પ્રગટાવી શકાશે. પરંતુ આ દરમિયાન ભીડ ના થાય અને કોરોના ગાઇડલાઇનનું પાલન થાય તેનું ખાસ ધ્યાન રાખવું પડશે.

ધૂળેટીની ઉજવણી પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ધૂળેટીના દિવસે કિ પણ પ્રકારના જાહેર કાર્યક્રમને મંજૂરી આપવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે આ પહેલા મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં હોળી-ધુળેટીની ઉજવણી અંગે નિર્ણય કરાયો હતો.

Related posts

રક્ષક જ બન્યો ભક્ષક, સિનિયર પી.આઇ. વિરુદ્ધ જ કરાઇ ફરિયાદ

Ahmedabad Samay

AI 171 ફ્લાઈ ક્રેશમાં જીવ ગુમાવનાર GISF ગાર્ડ સ્વ:રાજેન્દ્ર પાટનકરની યાદમાં કવિ શ્રી ગિરીશ ઠાકુર SSI, GISFSએ કવિતા રજુઆત કરી

Ahmedabad Samay

એક જ દિવસમાં 42 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર , કોરોના ની ભયંકર સ્થિતિ

Ahmedabad Samay

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૧૨ મુ અંગદાન બ્રેઇનડેડ મુકેશભાઈ રાણાના અંગદાનથી ત્રણ જરૂરિયાતમંદોને નવજીવન

Ahmedabad Samay

કોર્ટમાં સોમવારથી પ્રત્યક્ષ કાર્યવાહી શરૂ થશે

Ahmedabad Samay

જૂની વીએસ હોસ્પિટલમાં ૬૦ જેટલા દર્દીઓને સારવાર માટે વ્યવસ્થા કરવાનું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો