September 25, 2026
ગુજરાતજીવનશૈલી

એપ્રિલ ૨૦૨૧ થી નવા નાણાકીય વર્ષની શરૂઆતથી તમામ વસ્તુ થશે મોંઘી

એપ્રિલ ૨૦૨૧ થી નવા નાણાકીય વર્ષની શરૂઆત મોંઘવારીના આંચકા સાથે થઇ રહી છે. તમારી જરૂરિયાત અને રોજિંદા ઉપયોગમાં આવનાર ઘણી વસ્તુઓ એપ્રિલથી મોંઘી થઇ જશે. દૂધ,કાર, સ્માર્ટફોન થી હવાઇ મુસાફરી સુધી બધુ મોંઘુ થઇ જશે.

એપ્રિલ પહેલાં જ ખરીદી લો કાર, બાઇક,એ.સી, સ્માર્ટફોન, કારણકે મોટા ભાગની વસ્તુઓ થવાની છે મોંઘી.

મોટાભાગે કંપનીઓ ભાવ વધારવાની છે. મારૂતિ, Nissan જેવી કંપનીઓના ભાવમાં વધારાની જાહેરાત કરી દીધી છે. Nissan  પોતાની બીજી બ્રાંડ Datsun ની ગાડીઓની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે.

૧ એપ્રિલ ૨૦૨૧ થી ટીવી ખરીદવા મોંઘુ થઇ જશે ટીવી મેન્યુફેચર્સએ  પણ PLI સ્કીમ્સમાં લાવવાની માંગ રાખવામાં આવી છે. ૧ એપ્રિલ ૨૦૨૧ થી ટીવી  ભાવમાં ઓછામાં ઓછા ૨ થી ૩ હજાર રૂપિયાનો વધારો થઇ જશે.

૧ એપ્રિલથી AC કંપનીઓના ભાવમાં વધારો કરવાનો પ્લાન કરી રહી છે. કંપનીઓ ક્રૂડ ઓઇલની કિંમતો વધતાં એસીની ભાવ વધારવાની તૈયારી કરી રહી છે. AC બનાવનાર કંપનીઓ ભાવમાં ૪-૬ ટકા વધારાની યોજના બનાવી રહી છે. એટલે કે પ્રતિ યૂનિટ એસીની કિંમતમાં ૧૫૦૦ રૂપિયાથી ૨૦૦૦ રૂપિયાનો વધારો થઇ શકે છે.

સરકારે ડોમેસ્ટિક ફ્લાઇટ માટે ભાડાની ન્યૂનતમ સીમાને ૫ ટક વધારવાનો નિર્ણય કર્યો છે. ૧ એપ્રિલથી એવિએશન સિકયોરિટી ફી એટલે કે એએસએફ પણ વધવાની છે. ૧ એપ્રિલથી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ માટે એવિએશન સિકયોરિટી ફી ૨૦૦ રૂપિયા હશે. હાલ આ ૧૬૦ રૂપિયા છે. જયારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટે ફી ૫.૨ ડોલરથી વધીને ૧૨ ડોલર થઇ જશે. નવા દર એક એપ્રિલ ૨૦૨૧થી લાગૂ થઇ જશે.

દૂધના ભાવમાં વધારો થઇ શકે છે ખેડૂતોએ કહ્યું કે તે દૂધના ભાવ ૩ રૂપિયા વધારીને ૪૯ રૂપિયા પ્રતિ લીટર કરવાની જાહેરાત કરી છે. દૂધના નવા ભાવ ૧ એપ્રિલથી લાગૂ થઇ જશે.  ખેડૂતોની ચેતવણી હતી તે દૂધના ભાવ ૫૫ રૂપિયા પ્રતિ લીટર કરી દેશે. પરંતુ આટલો વધારો કરવામાં નહી આવે. ૧ એપ્રિલથી ૪૯ રૂપિયા પ્રતિ લીટર દૂધ મળશે.

Related posts

વરસાદ બાગ જૂનાગઢ હજૂ પણ પાણીમાં ગરકાવ, અનેક પશુઓના મૃતદેહ પણ મળી આવ્યા

Ahmedabad Samay

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વર્ષ ૧૯૯૨માં વટવા વિસ્તારમાં થયેલી એક યુવતીની હત્યાનો ભેદ ઉકેલયો, જાણો શુ હતો સમગ્ર મામલો

Ahmedabad Samay

જન સંધર્ષ વિરાટ પાર્ટી દ્વારા રેખા પાંડેની પસંદગી

Ahmedabad Samay

હનીટ્રેપના આરોપીને પોલીસેજ મદદ કરી, મહિલા પી.આઇ. ની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

ભૂરાભાઇ પરિહાર પર અંગત અદાવતમાં અસામાજિક તત્વો એ જાનથી મારવાનો પ્રયાસ કર્યો

Ahmedabad Samay

અમદાવાદ: ભાજપ ધારાસભ્ય જીતુ વાઘાણીને હાઈકોર્ટનું સમન્સ, જાણો શું છે સમગ્ર મામલો?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો