નરોડા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ પોતે ધારાસભ્ય બન્યા હોવાની ત્રીજી એનિવર્સરીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરી હતી. જેમાં તેમણે જાહેરમાં પોતાના સમર્થકોના ટોળા એકઠા કરીને કેક કાપવા સાથે સોશિયલ ડિસ્ટન્સ સહિતના કોરોના નિયમોનો સરેઆમ ભંગ કર્યો હતો.
જૂન મહિનામાં જ ધારાસભ્ય બલરામ થાવાણી કોરોનાથી સંક્રમિત થયા હતા. જે બાદ તેમનો ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય જ્યારે પોતાની ખુશીની ઉજવણીમાં મસ્ત હતા, ત્યારે પોલીસની એક વાન પણ ત્યાં જ હાજર હોવા છતાં નેતાજી પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નહતી.