August 8, 2026
ગુજરાત

શહેરમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ, એકજ ફ્લેટમાં ૧૪૦ લોકો કોરોના ગ્રસ્ત

અમદાવાદ શહરેના ગોતા વિસ્તારમાં આવેલ ICB ફ્લોરા સોસાયટીમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. ICB ફ્લોરામાં 36 મકાન માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં છે.

એક જ સોસાયટીના 140 જેટલા લોકો કોરોના પોઝિટિવ

આ સોસાયટીમાં 36 મકાનના 140 જેટલા નાગરિકોને કોરોના પોઝિટિવ આવતા તંત્ર દ્વારા માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જો કે, આ પહેલા પણ ICB ફ્લોરા કન્ટેઇનમેન્ટ ઝોનમાં આવી ચૂક્યું છે.

અમદાવાદ શહેરમાં કોરોના બેકાબૂ બન્યો

શહેરમાં 19 નવા માઇક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન ઉમેરાયા  છે. ગોતા, જોધપુર, બોડકદેવ માઇક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં છે. શહેરમાં કુલ 276 માઇક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન છે ત્યારે હવે AMCની હેલ્થ ટીમ ડોર ટુ ડોર સર્વેલન્સ-સ્કિનિંગની કામગીરી હાથ ધરશે.

અમદાવાદમાં શહેરમાં બાળકોમાં કોરોનાનુ સંક્રમણ વધ્યુ

સિવિલ હોસ્પિટલમાં 11 વર્ષથી નીચેના 6 બાળકોને કોરોના પોઝિટિવ છે. બાળકોને કોરોના વધતા ડોકટરો અને માતા-પિતામા ચિંતા વધી છે. કોરોના સંક્રમિત બાળકોની સારવાર માટે અલગ વોર્ડ બનાવાયો છે.

પોઝિટિવ માતા અને બાળકો માટે અલગ વ્યવસ્થા કરાઈ છે. ડો રજનિશ પટેલ જણાવ્યું હતુ કે, સગર્ભા મહિલાઓએ હવે સાવચેત રેહવું પડશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ નો આંકડો 540 પર પહોંચ્યો છે.

Related posts

અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ અને “ટચ ધ સ્કાય” દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું

Ahmedabad Samay

ગુજરાત સરકારે જાહેરનામુ પાડ્યુ બહાર, દિવાળી દરમિયાન રાત્રે ૦૮ થી ૧૦ કલાકે

Ahmedabad Samay

અમદાવાદ: H3N2 વાયરસના કેસ વધતા રાજ્ય સરકાર એક્શન મોડમાં, આરોગ્ય મંત્રીની અધિકારીઓ સાથે મહત્ત્વની બેઠક

Ahmedabad Samay

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં બની ફાયરીંગની ઘટના, SOG દ્વારા ત્રણ આરોપીની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

અટલાદરા ખાતે BAPS ના યજનાપુરુષ સભાગ્રહ ખાતે કોરોનાની સારવાર માટે 500 બેડ મુકાશે

Ahmedabad Samay

કોરોના સંકટમાં આત્મારામ પરમારનો સન્માન કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો