નવા વાડજ વિસ્તારમાં વિશાળ કિટલી મુકવામાં આવી છે. PMના ચાય પે ચર્ચા કેમ્પેઈન બાદ અખબારનગરની ઓળખ આ કિટલી અને તેનું સર્કલ હતું ત્યારે અગાઉ આ કીટલી હટાવી લેવાયા બાદ ફરીથી મુકવામાં આવી છે.
અમદાવાદમાં અખબારનગર સર્કલ હવે કિટલી સર્કલ તરીકે ઓળખાય છે, જો કે, અગાઉ બે વર્ષ પહેલા આ કિટલી અહીંથી હટાવવામાં આવી હતી પરંતુ હવે ફરીથી મેટ્રોની કામગિરી પૂર્ણ થતા કિટલી સર્કલ ફરીથી શરુ થયું છે અને આ સર્કલની વચ્ચે વિશાળ કિટલી ફરીથી મુકવામાં આવી છે.
ખાસ કરીને આ કિટલી સર્કલ અગાઉ પીએમના ચાય પે ચર્ચા કેમ્પેઈન બાદ અસ્તિત્વમાં આવ્યું હતું. જેથી આ કિટલી પણ અમદાવાદમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. કેમ વાડજથી ચાંદલોડીયા અને શાસ્ત્રીનગરથી આરટીઓ જતા સર્કલ પર આ કીટલી મૂકવામાં આવી છે. જે બહારથી આવતા લોકો માટે વધુ આકર્ષણનું કેન્દ્ર છે. કેમ કે, મોટી કિટલી સર્કલની વચ્ચે મુકવામાં આવી છે.
2 વર્ષ અગાઉ મેટ્રોની કામગિરીના કારણે કિટલી અહીંથી લઈ લેવામાં આવી હતી અને હવે પુનઃ આ કીટલી મુકી દેવામાં આવી છે. એએમસી અને સિલ્વઓક કોલેજના ઉપક્રમે આ કિટલી તૈયાર કરવામાં આવી હતી. ત્યારે હવે ફરીથી આ સર્કલ રાબેતા મુજબ શરુ થઈ ગયું છે. જેથી હવે પહેલાની સરખામણીએ ટ્રાફીકની સમસ્યા પણ ઓછી રહે છે.