અમદાવાદના સુએજ ફાર્મ રોડ પાસે આવેલા ગુલાબનગરમાં હાજી વોશ કંપનીમાં કામ કરતા બે મજૂરોના કરુણ મોત નિપજ્યા હતા. વોશિંગ કંપનીમાં કામ કરતા બન્ને મજૂરો ટાંકીમાં સફાઈ કરવા ઉતરેલા બે મજૂરોના ગૂંગળામણના કારણે મોત થયા હોવાનું પોલીસનું માનવું છે. જેમાંથી ટાંકીમાં ઉતરેલા હરિકિશન રાવત અને મલખાન નામના વ્યક્તિઓ ઘણા સમય સુધી ટાંકીમાંથી બહાર ન આવતા તપાસ કરતા તેઓ બેભાન હાલતમાં ટાંકીમાં પડ્યા હતા.
સમગ્ર ઘટના 108 ને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ડોક્ટરે તપાસ કરતા બન્નેને મૃત જાહેર કર્યા. હાલ પોલીસે પરીવારનો સંપર્ક કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની તપાસમાં વોશિંગ કંપની છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી અને એસ્ટેટ માલિકે જીન્સ વોશિંગ કરનારને શેડ ભાડેથી આપ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે માલિકની બેદરકારી સામે આવશે તો પોલીસ તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે