વોશિંગ્ટન ડી.સી.માં યુ.એસ. કેપિટલ બિલ્ડિંગ અને તેની આસપાસની શેરીઓમાં પોલીસે બાહ્ય સુરક્ષા ખતરો હોવા અંગે ચેતવણી આપ્યા બાદ નાકાબંદી કરી છે.
કેપિટોલ પોલીસે જણાવ્યું હતું કે કોઈએ બે અધિકારીઓ સાથે વાહન અથડાવ્યાના હોવાના અહેવાલો પછી એક શંકાસ્પદને કસ્ટડીમાં લેવાયો છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે શંકાસ્પદ અને બંને અધિકારીઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
કેપિટોલ બિલ્ડીંગની બહારની તસ્વીરમાં એક કાર જોઈ શકાય છે જે સંકુલની આજુબાજુના બેરીકેડમાં જોરદાર રીતે અથડાય હતી.