August 7, 2026
ગુજરાત

એક જ દિવસમાં 42 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર , કોરોના ની ભયંકર સ્થિતિ

અમદાવાદમાં કોરોનાની લહેર ઘાતક બની છે. સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડેટ રાકેશ જોશીનું કહેવું છે કે અમદાવાદમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો તબક્કો શરૂ થઈ ગયો છે. રાકેશ જોશીના અનુસાર હાલના તબક્કે સમગ્ર પરિવાર કોરોનાની ઝપેટમાં આવી રહ્યો છે. જેને લઈ કહી શકાય કે અમદાવાદમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ગયું છે. રાકેશ જોશીનું કહેવું છે કે માસ્ક અને વેક્સીન જ કોરોના સામે રક્ષણ આપી શકશે.

અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલ વેસ્ટન પાર્કના 280 મકાનો માઈક્રો કન્ટેન્મેન્ટમાં મૂકવામાં આવ્યા છે. આખી સોસાયટીને નિયંત્રિત ઝોનમાં મૂકવામાં આવી છે. 1000 લોકો આ સોસાયટીમાં કન્ટેન્મેન્ટ ઝોનમાં છે. કુલ 288 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન શહેરમાં છે.

પૂર્વમાં મણિનગર, સરસપુર, ઇન્દ્રપુરી, ખોખરા, નિકોલમાં માઇક્રો કન્મેન્મેન્ટ છે. જ્યારે પશ્વિમમાં જોધપુર, ગોતા, ઘાટલોડિયા, ચાંદલોડિયા અને નવા રાણીપમાં સૌથી વધુ માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન છે.

Related posts

અમદાવાદ – 15 ઑગસ્ટનો જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વનો કાર્યક્રમ સાણંદમાં ઉજવાશે

Ahmedabad Samay

સ્વઘા સોસીયલ ફાઉન્ડેશન ચાંદખેડા દ્વારા શ્રમજીવી અને જરૂરિયાતમંદ બાળકો માટે મફત કોમ્પ્યુટર શિક્ષણ આપવામાં આવ્યું

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલમાં “ઇન્ટરનેશનલ મેન ડે” ની ઉજવણી

Ahmedabad Samay

ટેલીવિઝનના  માધ્યમથી  દુરદર્શન કેન્દ્ર ડી.ડી. ગિરનાર ચેનલથી ઓનલાઇન અભ્યાસ પ્રસારિત કરવાનું આયોજન

Ahmedabad Samay

સેનાના જવાને પ્રેમમાં ફસાવી લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધી દિધા બાદ તરછોડી

Ahmedabad Samay

સિટીએમ ચાર રસ્તા પાસે આઇ20 માં અચાનક લાગી આગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો