September 22, 2026
ગુજરાત

માસ્ક-ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડ્યા,અભિનેત્રી મમતા સોનીના ઠુમકા પર લોકો નાચ્યાં

રાજ્યમાં કોરોનાના વધતા આંકડાએ ચિંતાજનક સ્થિતિ બનાવી છે. એકતરફ સરકાર લોકોને અપીલ કરી રહી છે કે, કામ વગર ઘરની બહાર ન નીકળશો, માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરો.

ત્યારે બીજી તરફ એવા પણ કેટલાક લોકો છે જેમને કોરોનાના વધતા આંકડાથી, વધતા મૃતઆંકથી કોઇ લેવા દેવા જ નથી. આવો જ એક કિસ્સો વડોદરાના  પાદરામાં બન્યો છે. પાદરાના ટાવર રોડ પર રહેતા ફારૂક મલેકની દીકરીના લગ્ન પ્રસંગમાં ૪૦૦ માણસ ડભાસા રોડ પરના રંગ ફાર્મમાં ભેગા થયા હતા.

જ્યાં ગુજરાતી અભિનેત્રી મમતા સોનીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. જેમાં લોકોએ ન તો માસ્ક પહેર્યા હતા ન તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યું હતું. પાદરા પોલીસે સોશિયલ ડિસ્ટનસિંગનો ભંગ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ની કલમ હેઠળ કાર્યવાહી કરી છે.

Related posts

16 જાન્યુઆરીથી ગુજરાતમાં કોરોના વેક્સિનેશન આપવાનું કાર્ય હાથધરવામાં આવશે

Ahmedabad Samay

FSSAI દ્વારા અખબારમાં ખાદ્ય પદાર્થોનું પેકેજિગ અથવા પીરસવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો

Ahmedabad Samay

સેવ અર્થ દ્વારા અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ૧૫૦૦ વૃક્ષોનો મેગા પ્લાન્ટેશન ડ્રાઇવ યોજાશે

Ahmedabad Samay

અમદાવાદના સોલા પોલીસે સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગેરકાયદેસર વસવાટ કરતા 17 જેટલા બાંગ્લાદેશીઓની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

૧૨ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ વર્ષનું પ્રથમ પૂર્ણ સૂર્યગ્રહણ,જાણો ક્યાં રાશિના જાતકોને ગ્રહણની અસર

Ahmedabad Samay

પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ભરતી માટેની પરીક્ષા માટે બોર્ડ દ્વારા ૦૬ માર્ચ ૨૦૨૨ તારીખ જાહેરાત કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો