September 21, 2026
ગુજરાત

16 જાન્યુઆરીથી ગુજરાતમાં કોરોના વેક્સિનેશન આપવાનું કાર્ય હાથધરવામાં આવશે

મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું  છે કે, કોરોના મહામારી સામે ના જંગમાં  ભારત દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન કરવા જઇ રહ્યું છે મુખ્ય મંત્રીએ કહ્યું કે સમગ્ર દેશમાં  આગામી 16 જાન્યુઆરી 2021થી કોરોના વેક્સિન અભિયાન શરૂ થઇ રહ્યું છે ત્યારે આ વેક્સિનેશનના વિતરણ માટે ગુજરાત સરકાર તમામ રીતે સજ્જ છે
વિજય ભાઈ રૂપાણી એ પોતાના સોશીયલ મિડિયા પ્લેટફોર્મ ફેઇસ બુક ના માધ્યમ થી  સંબોધન કરતા રાજ્ય ના નાગરિકો ને આ  રસીકરણ અભિયાન ની વિસ્તૃત વિગતો આપી હતી
મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાતમાં આપણે ઝડપથી ડેટાબેઝ તૈયાર કરવાનું કાર્ય પૂર્ણ કરી લીધું છે.  ચાર લાખથી વધુ હેલ્થકેર વર્કર્સ, 6 લાખથી વધુ ફ્રન્ટલાઇન વર્કર્સ જેમાં પોલીસ, સફાઇ કર્મચારી અને કોવિડની ડ્યુટીમાં ડાયરેક્ટ ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે એમ કુલ 11 લાખથી વધુ કોવિડ કર્મચારીઓને વેક્સિનનો ડોઝ પહેલા  અપાશે

 

ગુજરાતમાં હાઉસ ટુ હાઉસ સર્વેનું કામ પણ પૂર્ણ થઇ ગયું છે, જેમાં 50 વર્ષથી વધુની વય ના લગભગ 1 કરોડ પાંચ લાખ નાગરિકો તેમજ 50 વર્ષથી નાના 2 લાખ 75 હજાર લોકો જે લોકો  અન્ય બીમારીથી પીડાય છે તેનો પણ ડેટાબેઝ  તૈયાર કરી દેવામાં  આવ્યો છે.
વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતમા લગભગ 16 હજાર થી વધુ હેલ્થ વર્કર્સને વેક્સિનેટર તરીકેની વિશેષ ટ્રેનિંગ આપીને તૈયાર કરવામાં આવ્યા છે
કોવિડ વેક્સિનના ટ્રાન્સપોર્ટેશન માટે કોલ્ડ ચેન ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પણ સરકારે કરી લીધી છે. વેક્સિન માટેની વ્યવસ્થા માટે 6 રિજિયોનલ ડેપો તૈયાર કર્યા છે. કેન્દ્ર સરકાર તરફથી પણ વધારાના સાધન-સામગ્રી ગુજરાતને મળી છે એમ તેમણે વધુમાં જણાવ્યુ હતું.

ગુજરાતમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં  6 સ્થળો ઉપર વેક્સિન ટ્રાયલ રન અપ પણ સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે, વેક્સિન સેન્ટર ઉપર પણ પૂરતી  વ્યવસ્થા રાખવામાં આવશે.

Related posts

હવામાન વિભાગ દ્વારા આગામી ૪૮ કલાક વરસાદ માટે રેડ એલર્ટ અપાયું,

Ahmedabad Samay

અમદાવાદ -150 ટેકનોલોજી સ્ટાર્ટઅપ 24 શૈક્ષણિક સંસ્થાઓને કુલ રૂ. 13 કરોડની ગ્રાન્ટએનાયત કરવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમનું સ્થળ અચાનક બદલાયું, પોલીસ સમક્ષ આયોજકો ઝૂક્યા! જાણો શું થયું?

Ahmedabad Samay

ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યુ લદાયો

Ahmedabad Samay

અમદાવાદની સુપ્રસિદ્ધ જગન્નાથ યાત્રા હશે ૧૪૯મી ઐતિહાસીક યાત્રા, જાણો ક્યારે હશે ઐતિહાસિક યાત્રા

Ahmedabad Samay

ઝોન ૦૭ નો ચાર્જ સંભાળતા જ અડ્ડાઓ ઉપર સપાટો બોલાવવા આદેશ આપ્‍યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો