અમદાવાદના સોલા પોલીસે સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગેરકાયદેસર વસવાટ કરતા 17 જેટલા બાંગ્લાદેશીઓની ધરપકડ કરી છે અલગ અલગ વિસ્તારમાં રહેતા બાંગ્લાદેશીઓની ધરપકડ કરાઈ છે આ તમામ લોકોએ ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરી ભારતમાં પ્રવેશ કર્યો હતો.
બાંગ્લાદેશીઓને સરદારનગર જેએફસી સેન્ટરમાં મોકલવામાં આવશે. અલગ અલગ એજન્સીઓ બાંગ્લાદેશીઓની પૂછપરછ કરશે. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામને પરત બાંગ્લાદેશ મોકલવામાં આવશે
