September 22, 2026
દેશ

વેકસીનના એક ડોઝની કિંમત નક્કી કરાઇ

ભારતમાં કોરોના વિરૂધ્ધ જંગને તેજ કરીને ૧ મે થી રસીકરણનો દાયરો વધી રહ્યો છે. રાજ્ય સરકારો અને પ્રાઇવેટ હોસ્પિટલોને વેકસીન કેટલા રૂપિયામાં મળશે તેનું એલાન થયું છે. સીરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયાએ રાજ્યો અને પ્રાઇવેટ હોસ્પિટલો માટે વેકસીનના એક ડોઝની કિંમત નક્કી કરી દીધી છે જે મુજબ કોવિડશીલ્ડની એક ખુરાક પ્રાઇવેટ હોસ્પિટલમાં જ્યાં ૬૦૦ રૂપિયામાં મળશે. બીજી બાજુ સરકારી હોસ્પિટલમાં તેની કિંમત ૪૦૦ રૂપિયા હશે. એટલે કે સરકારી હોસ્પિટલમાં ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકો ૪૦૦ રૂપિયા આપીને પ્રાઇવેટ હોસ્પિટલમાં ૬૦૦ રૂપિયા આપીને વેકસીન લગાવી શકશે.

સીરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયાએ કહ્યું કે, કંપની વેકસીનની કુલ ઉત્પાદનનો ૫૦ ટકા હિસ્સો ભારત સરકારના રસીકરણ અભિયાનના કાર્યક્રમને આપશે અને બાકી રહેલા ૫૦ ટકા વેકસીન રાજ્ય સરકારો અને પ્રાઇવેટ હોસ્પિટલો માટે હશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ફકત ભારત સરકાર જ રસી ખરીદી રહી હતી પરંતુ હવે રાજ્ય સરકાર પણ રસીને ખરીદી શકશે.

Related posts

પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડયૂટીમાં થયો વધારો.

Ahmedabad Samay

ભારતીય સેનાને ચીન વિરૂદ્ધ ગમે તેવી કડક કાર્યવાહી કરવા આપી છૂટ.

Ahmedabad Samay

સ્‍ટાર પ્‍લસની ‘અનુપમા’ સિરીયલ અભિનેત્રી માધવી ગોગટેનું કોરોનાના કારણે મોત

Ahmedabad Samay

દુબઈના મેડમ તુસાદ મ્યુઝિયમમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની નવી મીણની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

CDS બિપિન રાવતના નિધન પર વડાપ્રધાન સહિત તમામ મહાનુભાવોએ દુઃખ વ્યક્ત કર્યું

Ahmedabad Samay

કેન્દ્ર દ્વારા કોરોનાની નવી ગાઈડલાઈન થઇ જાહેર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો