September 22, 2026
ગુજરાત

લોકડાઉન કરો અથવા નિયમો કડક બનાવો આ પ્રકારે લાચાર તંત્રથી કોરોના કાબુમાં નહી આવે: હાઇકોર્ટ

કોરોના અંગે થયેલી સુઓમોટો અંગે હાઇકોર્ટે સુનાવણી કરતા સરકારની આકરી ઝાટકણી કાઢી છે. સરકાર સામે લાલ આંખ કરતા હાઇકોર્ટે નોંધ્યું કે, સરકાર કે તંત્ર હાલ કોઇ નાગરિકોનું સુધ લેવાવાળું નથી. તેવામાં કોરોના કાબુ કઇ રીતે થશે તેનો પણ કોઇ રોડમેપ સરકાર પાસે નથી. તેવામાં લોકડાઉન કરો અથવા નિયમો કડક બનાવો આ પ્રકારે લાચાર તંત્રથી કોરોના કાબુમાં નહી આવે અને મુશ્કેલીમાં ઓર વધારો થશે.

Svp હોસ્પિટલની મનમાની સામે પણ હાઇકોર્ટે લાલઆંખ કરી હતી. Svp માં રેમડેસિવિર સ્ટોક હોવા છતાં કોવિડ હોસ્પિટલમાં ઇન્જેકશન પહોંચતા નથી. આ પ્રકારની તુમાખી ચલાવી લેવામાં નહી આવે. Svp માં ઇન્જેકશનના સ્ટોક અંગે સરકાર તપાસ કરે. નાગરિકો ટળવળી રહ્યા છે અને હોસ્પિટલ કોઇને ઇન્જેક્શન પુરા નથી પાડી રહી

દર્દીઓને એક હોસ્પિટલમાંથી બીજા હોસ્પિટલમાં લઇ જવા 108ને હાઇકોર્ટે આદેશ આપ્યો હતો. 108 હોસ્પિટલમાં દર્દીને ઉતાર્યા બાદ અન્ય જગ્યા પર લઇ જતા નથી તેવું હવે નહીં ચાલે તેમ પણ હાઇકોર્ટે નોંધ્યું હતું. રાજ્યમાં રેપિડ કરતા rtpcr ના ટેસ્ટિંગ પર ભાર મુકવા માટે પણ હાઇકોર્ટે સરકારને જણાવ્યું હતું

ઓક્સીજન સહીત કોવિડમાં વપરાતી દવાઓના ભાવમાં ઘટાડો કરવા પણ હાઇકોર્ટે આદેશ કર્યો. ગ્રામ્ય વિસ્તારમાં ICU વેન્ટિલેટર સહીતની સુવિધાઓ પર ભાર મુકવા હાઇકોર્ટનો આદેશ. ગ્રામ્ય વિસ્તારોમાં રેમડેસિવિર અને ટોસિલિઝુબેમ મળે છે કે નહિ તે અંગે ધ્યાન રાખવાની જવાબદારી સરકારની છે.

તાલુકામાં કોરોના અંગે કોર કમિટી બનાવી મેડિકલ સુવિધાઓ પુરી પાડો.108માં આવતા ક્રિટીકલ દર્દીઓની વિગત સરકાર ધ્યાન રાખે. નાગરિકોનું ધ્યાન રાખવાની જવાબદારી સરકારની છે હાઇકોર્ટની નહી. આ પ્રકારનાં આદેશો આપ્યા બાદ સરકાર સફાળી બેઠી થાય છે. તો સરકાર શું હાઇકોર્ટ ટકોર કરે તેની રાહ જોઇ રહી હોય

Related posts

ખેડૂતો માટે એક મહત્‍વપૂર્ણના સમાચાર રાજ્‍યમાં ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ ૯ નવેમ્‍બરથી કરવામાં આવશે

Ahmedabad Samay

શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ દ્વારા રામ મંદિર બનાવવા દરેક હિન્દૂ દ્વારા ભંડોળ એકત્રિત કરી જનભાગીદારી કરાવવામાં આવશે.

Ahmedabad Samay

ચાંદખેડા પોલીસ સ્ટેશન તેમજ સોલા અને સાબરમતી પોલીસ સ્ટેશનના અમુક વિસ્તારો ગાંધીનગર પોલીસ કમિશનરના તાબા હેઠળ

Ahmedabad Samay

રઘુનાથદાસજી શૈક્ષણિક સંકુલ અને જોય ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત મળી મતદાન જાગૃતિ આધારિત ચિત્ર સ્પર્ધા યોજાઈ

Ahmedabad Samay

રોડ ઉપર પતંગ ઉડાડવા પર પ્રતિબંધ તેમજ ઉડતી પતંગો પકડી પણ શકાશે નહિં

Ahmedabad Samay

અમદાવાદ – મહાઠગ કિરણ પટેલ સામે વધુ એક ઠગાઈની ફરિયાદ

admin

એક ટિપ્પણી મૂકો