સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે.કે. વિજય રાઘવન દ્વારા બહાર પાડવામાં આવેલીમાર્ગદર્શિકા અનુસાર, વ્યકિતની છીંક અને ઉધરસથી૧૦ મીટરની અંતર સુધી પહોંચી શકે છે. કોરોના સંક્રમણને લગતી સલાહ મુજબ, કોઈપણ સંક્રમિત વ્યકિતની ઉધરસ અને છીંક એ વાયરસના ફેલાવા માટેનું મુખ્ય કારણ છે. આટલું જ નહીં, વધુમાં ઉમેરવામાં આવ્યું છે કે વાયરસ ઉધરસ અને છીંક દ્વારા હવામાં ૧૦ મીટર દૂર જઈ શકે છે.
આવી સ્થિતિમાં, હંમેશાં માસ્ક પહેરવું જરૂરી છે. આ ઉપરાંત, કોરોનાને રોકવા માટે સામાજિક અંતરના નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે. માત્ર આ જ નહીં, છીંક આવવી અને ખાંસીથી સારવાર ન લેવાયેલા કોરોના ચેપગ્રસ્ત દર્દી દ્વારા પણ વાયરસ ફેલાય છે. આ સિવાય જમીન પર પડેલા છીંક અને કફમાંથી નીકળતા કણો પણ ચેપનું કારણ હોઈ શકે છે. એટલું જ નહીં, જમીન પર કફ, છીંક, ગળફા અને લાળના કણો લાંબા સમય સુધી વાયરસ ફેલાવવાનું કારણ બની શકે છે.ઉલ્લખેનીય છે કે દેશના ઘણા રાજયોમાં રસ્તાઓ પર થૂંકવા બદલ દંડ ભરવાની જોગવાઈ કરવામાં આવી છે.
સરકારી પેનલ દ્વારા હાઈ કોન્ટેકટ પોઈન્ટ્સની સતત અને નિયમિત સફાઇ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આમાં ડોર હેન્ડલ્સ, લાઇટનીસ્વીચો, ટેબલ, ખુરશીઓ વગેરે શામેલ છે. તેમને બ્લીચ અને ફિનાઇલ વગેરેથી સાફ કરવાની ભલામણ કરવામાં આવે છે. સરકારી સમિતિએ સૂચવ્યું છે કે લોકો કોરોનાથી બચવા માટે ડબલ માસ્ક અથવા એન૯૫ માસ્ક પહેરવા જોઈએ. સરકાર દ્વારા જારી કરવામાં આવેલી સલાહ મુજબ, જો તમારે સુતરાઉ કપડા નો માસ્ક પહેરવો હોય તો તમારે બે પહેરવા જોઈએ, પરંતુ જો સર્જિકલ માસ્ક હોય તો માત્ર એક જ કામ કરી શકે છે.
ગાઇડલાઇન્સમાં જણાવ્યા મુજબ, જો તમે સર્જિકલ માસ્ક પહેરો છો, તો તેનો ઉપયોગ ફકત એક જ વાર કરી શકાય છે. જો કે, તમે ૫ વખત ડબલ માસ્ક પહેરી શકો છો. આટલું જ નહીં, વૈજ્ઞાનિક સલાહકાર દ્વારા જારી કરવામાં આવેલી સલાહમાં જણાવાયું છે કે વેન્ટિલેશનવાળા સ્થળોએ ચેપ ફેલાવાનું જોખમ ઓછું છે. તેથી, ઘરે અને કામના સ્થળે વેન્ટિલેશન વધુ સારૂ હોવું જોઈએ. તેનાથી સંક્રમણ ઓછું ફેલાય છે.