October 14, 2026
મનોરંજન

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો બધા ટીવી શોને પછાડીને નંબર વન પોઝિશન પર

આ અઠવાડિયે ટીઆરપી લિસ્ટ ઓરમેકસ દ્વારા બહાર પાડવામાં આવી છે અને મોટો ફેરફાર જોવા મળ્યો છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ તો કમાલ કરી નાખી. આ શો એ ‘અનુપમા’ અને ‘યે રિશ્તા કયા કહેલાતા હૈ’ને જબરદસ્ત પછડાટ આપી છે.

નાના પડદાના સૌથી લોકપ્રિય શોમાંથી એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ છેલ્લા અનેક વર્ષોથી ટોપ ૧૦માં પોતાની જગ્યા જાળવી રાખી છે. દિલિપ જોશી સ્ટારર આ શોમાં કાલા કૌઆ મિશને ફેન્સના દિલ જીતી લીધા. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો બધા ટીવી શોને પછાડીને નંબર વન પોઝિશન પર પહોંચી ગયો. તેણે અનુપમાને બીજા નંબરે ધકેલી દીધી.

રુપાલી ગાંગુલી, મદાલસા શર્મા, અને સુધાંશુ પાંડે સ્ટારર શો ‘અનુપમા’  શરૂઆતથી ચર્ચાનો વિષય બનેલો છે. આ અઠવાડિયે આવેલા ટીઆરપી લિસ્ટમાં અનુપમા બીજા નંબરે છે. અત્રે જણાવવાનું કે આ શોએ શરૂઆતથી જ દર્શકોનો ખુબ પ્રેમ મેળવ્યો છે.

ટીઆરપી યાદીમાં ટોપ ૨માં જયાં ફિકશન્સ શો છે ત્યાં ત્રીજા નંબરે રિયાલિટી શો ‘સુપર ડાન્સ ચેપ્ટર ૪’ છે. શોમાં સતત આવતા ડ્રામેટિક ઈન્સિડન્ટ્સ દર્શકોને જકડી રાખે છે.

આ યાદીમાં ચોથા નંબરે પણ એક રિયાલિટી શો છે. ‘ઇન્ડિયન આઈડલ’ ભલે કોઈને કોઈ કારણસર ચર્ચા અને વિવાદમાં રહ્યો હોય પરંતુ સ્પર્ધકોના મધુર અવાજના કારણે આ શો દર્શકોના મન જીતી રહ્યો છે અને ચોથા નંબરે છે.

Related posts

Bollywood Stories: ડેબ્યુ ફિલ્મ પહેલા જ શાહરૂખ ખાનનો ઋષિ કપૂર સાથે ઝઘડો થયો હતો! ગીત માટે એવી રીતે લડ્યા કે…

Ahmedabad Samay

બહુમુખી અભિનેત્રીઓમાંની એક એશા ગુપ્તા ધમાલ 4 થી કરશે કમબેક

Ahmedabad Samay

સની દેઓલ-રણદીપ હુડ્ડા સ્ટારર આગામી એક્શન ફિલ્મ ‘જાટ’નું પહેલું ગીત થયું રિલીઝ થઈ

Ahmedabad Samay

વોટસન મ્યુઝીયમની ચાર દિવસમાં ૬૧૨ વિદ્યાર્થીઓએ લીધી મુલાકાત: “ચિટ-ચેટ સેશન” દ્વારા જાણ્યો સંગ્રહાલયના ઇતિહાસ

Ahmedabad Samay

વેબ સિરીઝ તાંડવ રિલીઝ થતા જ વિવાદમાં

Ahmedabad Samay

Adipurush: દર્શકો સાથે હનુમાનજી પણ આ ફિલ્મ જોશે, દરેક થિયેટરમાં એક સીટ અનામત રાખવામાં આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો