September 21, 2026
ગુજરાત

દરિયાપુર વિસ્તારમાં લખોટાની પોળની બહાર આવેલું જર્જરિત મકાન ધરાશાયી થયું

“શહેરના દરિયાપુર વિસ્તારમાં લખોટાની પોળની બહાર આવેલું જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યો મકાનના કાટમાળ નીચે દટાયા હતા. તમામને ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા.
દરિયાપુર વિસ્તારમાં લખોટાની પોળ આવેલી છે. પોળના રોડ પર શેખ પરિવારનું મકાન આવેલુ છે. આ મકાનમાં ઈરફાન પીરભાઈ શેખ પોતાના પરિવાર સાથે રહે છે. પરિવારનો સ્ટીમ પ્રેસનો વ્યવસાય છે.

તેમનુ મકાન અત્યંત જર્જરિત હાલતમાં હતું.એક માળના મકાનમાં ઉપરના ભાગે અનેક તિરાડો પડી હતી. તેમજ ધાબા પર પણ લીકેજ હોવાથી વરસાદમાં પાણી ન પડે એના માટે પ્લાસ્ટિક ઢાંકવામાં આવ્યું હતું. મકાનની વચ્ચેનો ભાગ નબળો પડી ગયો હતો. તેથી તે સૌથી પહેલા પડ્યો હતો,

ત્યારે સોમવારની રાત્રે મકાનનો વચ્ચેનો ભાગ તૂટી પડ્યો હતો. જેમાં ઈરફાન પીરભાઈ શેખ (૩૯ વર્ષ), રેશમાં ઈરફાન શેખ (૨૮ વર્ષ) અને પીરભાઈ રમજુભાઈ શેખ (૭૦ વર્ષ ) કાટમાળ નીચે દબાયા હતા. ફાયરબ્રિગેડની ટીમે તમામ લોકોનું ઝડપથી રેસ્ક્યૂ કરી સારવાર માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા.

 

Related posts

પોરબંદરના સાગરમાં કોસ્ટગાર્ડ દ્વારા પ્રદૂષણ નિયંત્રણ કવાયત : પ્રદૂષણ પ્રતિભાવ સાધનોનું પ્રાયોગિક નિદર્શન કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે નવી AC પ્રતિક્ષાલયની શરૂઆત કરવામાં આવી

Ahmedabad Samay

શાસ્ત્રો સાથે સહમત ન હોય તો હવે હથિયાર બતાવવાનો સમય છે

Ahmedabad Samay

PM નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદ એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધી ભવ્ય રોડ-શો યોજ્યો

Ahmedabad Samay

કોરોના સંક્રમણને રોકવા માટે રાત્રે ૯ થી સવારે ૬ સુધી અમદાવાદમાં કર્ફયુ

Ahmedabad Samay

અમદાવાદ ના નરોડા મા વિદ્યાર્થી ઓને કરાયા સન્માનિત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો