January 25, 2025
ગુજરાત

દરિયાપુર વિસ્તારમાં લખોટાની પોળની બહાર આવેલું જર્જરિત મકાન ધરાશાયી થયું

“શહેરના દરિયાપુર વિસ્તારમાં લખોટાની પોળની બહાર આવેલું જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યો મકાનના કાટમાળ નીચે દટાયા હતા. તમામને ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા.
દરિયાપુર વિસ્તારમાં લખોટાની પોળ આવેલી છે. પોળના રોડ પર શેખ પરિવારનું મકાન આવેલુ છે. આ મકાનમાં ઈરફાન પીરભાઈ શેખ પોતાના પરિવાર સાથે રહે છે. પરિવારનો સ્ટીમ પ્રેસનો વ્યવસાય છે.

તેમનુ મકાન અત્યંત જર્જરિત હાલતમાં હતું.એક માળના મકાનમાં ઉપરના ભાગે અનેક તિરાડો પડી હતી. તેમજ ધાબા પર પણ લીકેજ હોવાથી વરસાદમાં પાણી ન પડે એના માટે પ્લાસ્ટિક ઢાંકવામાં આવ્યું હતું. મકાનની વચ્ચેનો ભાગ નબળો પડી ગયો હતો. તેથી તે સૌથી પહેલા પડ્યો હતો,

ત્યારે સોમવારની રાત્રે મકાનનો વચ્ચેનો ભાગ તૂટી પડ્યો હતો. જેમાં ઈરફાન પીરભાઈ શેખ (૩૯ વર્ષ), રેશમાં ઈરફાન શેખ (૨૮ વર્ષ) અને પીરભાઈ રમજુભાઈ શેખ (૭૦ વર્ષ ) કાટમાળ નીચે દબાયા હતા. ફાયરબ્રિગેડની ટીમે તમામ લોકોનું ઝડપથી રેસ્ક્યૂ કરી સારવાર માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા.

 

Related posts

ગુમ થયેલ છે

Ahmedabad Samay

અમદાવાદમાં રખડતા ઢોર મામલે એક વર્ષમાં 251 એફઆઈઆર નોંધવામાં આવી

Ahmedabad Samay

ગીતા મંદિર પાસે આવેલ મોબાઈલ કોમ્પલેક્ષમાં લાગી ભીષણ આગ

Ahmedabad Samay

મહેસાણાના ઊંઝાના ધારાસભ્ય ડો. આશા પટેલનું થયું નિધન

Ahmedabad Samay

અમદાવાદ: શહેરની 17 બેંકોમાંથી SOGને 14.31 લાખની નકલી ચલણી નોટો મળી, અજાણી વ્યક્તિઓ સામે ગુનો

admin

દિલ્હી માં ફરી લોકડાઉન વધારવાના એંધાણ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો