September 20, 2026
ગુજરાત

મોંઘવારી બની બેફામ, શાકભાજી સહિત અન્ય વસ્તુઓમાં ભાવ વધારો

મોંઘવારી ને જાણે બ્રેક ફેલ થઇ ગઇ હોય તેમ નોનસ્ટોપ વધતી જઇ રહી છે.

પેટ્રોલ, ડીઝલ, LPG ના ભાવ આસમાને પહોંચી ચૂકયા છે. CNG અને PNG ના ભાવ પણ વધી રહ્યા છે. ખાદ્ય તેલ, ખાદ્ય પદાર્થોના ભાવ પણ સામાન્ય વ્યકિતની પહોંચથી બહાર છે. જો તમને લાગે છે કે પરેશાનીઓ અહીં જ ખતમ થઇ રહી છે તો જરા રોકાવ, કારણ કે પિકચર હજુ બાકી છે.

મોંઘવારીનો ઝટકો આપવાનો વારો ટ્રાંસપોર્ટર્સનો છે. આગામી દિવસોમાં ટ્રાંસપોર્ટર્સ પણ માલભાડામાં વધારો કરવાની યોજના બનાવી રહ્યા છે. મોંઘવારી ડીઝલની માર ટ્રાંસપોર્ટર્સ પર પણ પડી શકે છે. એટલા માટે હવે તે પણ માલભાડામાં ૨૦ ટકા સુધી વધારો કરવાની છે. ગત ૨ મહિનાથી જરૂરી માલ સામાનના ભાવમાં વધારો થયો છે અને ટ્રાંસપોર્ટર્સ ભાડા વધારે છે તો ચારેય તરફ મોંઘવારીમાં વધુ વધારો થશે અને સામાન્ય વ્યકિતનું દર્દ વધુ વધશે.

આ વધારા પાછળ ટ્રાંસપોર્ટર્સનું કહેવું છે કે કોરોના મહામારીના લીધે કુલ ડિમાંડમાં મોટો ઘટાડો થયો છે. જેના લીધે કમાણીમાં કોઇ વધારો થયો નથી. વધતો જતા ખર્ચથી ટ્રાંસપોર્ટર્સની પાસે ભાડું વધારવા સિવાય બીજો કોઇ રસ્તો નથી. દેશના સૌથી જૂના ટ્રાંસપોર્ટ સંગઠન All India Motor Transport Congress (AIMTC) ના કોર કમિટીના ચેરમેન બાલ મલકીત સિંહનું કહેવું છે કે કોરોના પહેલાં તેમનું એક ટ્રક દિલ્હીથી મુંબઇ વચ્ચે ૩ થી ૪ ફેરા કરી લેતો હતો પરંતુ હવે સ્થિતિ એવી છે કે વધુમાં વધું ૨ જ ચક્કર લગાવી શકે છે. એટલે કે મહિનામાં ત્રણ લાખની કમાણી ઘટીને હવે ૨ લાખ રૂપિયા સુધી રહી ગઇ છે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાથી જરૂરી સામનોની કિંમતોમાં વધારો થવા લાગી રહ્યો છે, અને આ કોરોનાકાળમાં સામાન્ય લોકો માટે ફરીથી માર સાબિત થઇ રહી છે. ઓઇલની વધતા જતા ભાવથી ખેડૂતનો ખર્ચો વધી ગયો છે અને ખર્ચ વધતાં તેની કિંમત મળી રહી નથી. એટલા માટે સપ્લાઇ અને ડિમાન્ડના અંતરના લીધે ફળ અને શાકભાજીના રેટ આસમાને પહોંચી રહ્યા છે.

મુંબઇમાં APMC ના ડાયરેકટર અને જથ્થાબંધ ફળ વિક્રેતા સંજય પાનસારે અનુસાર ‘ખેડૂતનો ખર્ચ વધી રહ્યો છે, જેની અસર કંઝયૂમર પર આવી રહી છે. ભાવ વધતાં રોકવા માટે ડીઝલના ભાવ પર પ્રતિબંધ લગાવવો જરૂરી છે. ડિમાન્ડમાં ઘટાડા અને ખર્ચમાં વધારાના લીધે ટ્રાંસપોર્ટર્સ સરકાર સાથે હપ્તા અને ટેકસમાં છૂટ સાથે સાથે એકસાઇઝ અને વેટમાં પણ રાહતની માંગ કરી રહી છે.”

New up 01

Related posts

સુરત – તાપી વિસ્તારના નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ, હથનુર ડેમનું પાણી ફરી વળવાની શક્યતા

Ahmedabad Samay

જોઇન્ટ પોલીસ કમિશનર અજય કુમાર ચૌધરીના ફરજ નિષ્ઠા અંગે સીપી અને ગૃહ મંત્રાલય પણ ખુશ

Ahmedabad Samay

ત્રીજી ટર્મના મંત્રીમંડળમાં ગુજરાત માંથી કોનો સમાવેશ થાય થયા તે અંગે અંગે અટકળો તેજ બની

Ahmedabad Samay

૨૨ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ બપોરે૧:૩૦ કલાકે,તમામ ક્ષત્રિયો દ્વારા ક્ષત્રિય એકતા સંમેલનું આયોજન કરાયું

Ahmedabad Samay

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

અનેક શહેરોમાં કર્ફ્યુનો સમય વધારી સાંજે ૪ થી સવારે ૬ સુધી કરાયો,

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો