અમદાવાદના ભાર્ગવ વિસ્તારમાં ભગવતી સ્કૂલ અવારનવાર કોઈ કોઈ વાદવિવાદના કારણે ચર્ચામાં રહેતુ હોય છે થોડા સમય પહેલા ભગવતી સ્કૂલમાં ચોરીનો બનાવ બન્યો હતો, સ્કૂલના અંગત ડોક્યુમેન્ટની ચોરી થઇ હતી. મળતી માહિતી મુજબ ભગવતી સ્કૂલના ટ્રસ્ટીઓની એક બીજા થી અણબનાવ બનવાના કારણે પણ ઘણીવાર અંદરો અંદર ઝઘડા થતા હોય છે.
ભગવતી સ્કૂલમાં ટ્રસ્ટીઓ નો ગ્રૂપ બની જવાથી વધારે બહુમત વાળા ટ્રસ્ટના લોકો મળીને મનમરજી કરી જાતેજ સ્કૂલના બધા નિર્ણયો લઇ લેછે. મળતી માહિતી અનુસાર ભગવતી સ્કૂલ બી.યુ પરમિશન વગર ચણતર કામ કરી શેડ બનાવમાં આવ્યો છે, સ્કૂલના બે બિલ્ડીંગ વચ્ચે ભગવતીનગરમાં જવાનો માર્ગ આવેલ છે સ્કૂલના ટ્રસ્ટીઓ દ્વારા બે બિલ્ડીંગ નો જોડતો અવર જવર કરવામાટે જોખમકારક બી.યુ પરમિશન વગર બ્રિજ બનવામાં આવ્યો છે.
સ્કૂલના ટ્રસ્ટીઓ દ્વારા એટલા બેફામ બની ગયા છે કે જેમને સરકારી નિયમો કે સરકારી મંજૂરીઓ વિશે કઇ પડીજ નથી બિન્દાસ ગેરકાયદે બાંધકામ કરવામાં આવે છે
ભગવતી સ્કૂલના ટ્રસ્ટીઓનું આવુ ગેરવર્તનો ક્યારે અંત આવશે કે કોણ આ ટ્રસ્ટીઓ પર અંકુશ મુકશે તે હવે જોવાનું છે.