October 13, 2026
ગુજરાત

કુબેરનગરમાં રોડના નબળા કામથી પડેલા ભૂવામાં યુવાન ખાબકતા ગંભીર ઇજા પહોંચી

કુબેરનગરમાં રોડના નબળા કામથી પડેલા ભૂવામાં યુવાન ખાબકતા તેનો જીવ જાખમમાં મુકાઇ ગયો હતો.  કુબેરનગર ખાતે રહેતાં ૨૧ વર્ષીય યુવાન રવિવારે રજા હોવાના કારણે સાંજના પાંચ વાગ્યાની આસપાસ તેઓ પગપાળા લટાર મારવા નીકળ્યા હતા તે વખતે તેઓ ભાર્ગવ રોડની કિશોર સ્કૂલ પાસેના રોડથી પસાર થઇ રહ્યાં હતા તે વખતે રોડમાં મોટો ભૂવો પડ્યો હતો અને તેઓ ભૂવામાં ગરકાવ થઇ ગયા હતા.યુવાન ભુવામાં પીઠના ભાગે ભૂવામાં પછડાતા તેને હાથ, પગ અને પીઠના ભાગે ઇજા થઇ હતી.

આ યુવાન ભૂવામાં પડયો ત્યારે 15 મીનિટ સુધી ભૂવામાં રહયો હતો પછી ત્યાંથી પસાર થતાં વાહનચાલકે તેને જોઇ મદદ કરી હતી. વાહનચાલકો સહિત અન્ય લોકોએ ભેગા મળી તેને બહાર કાઢયો હતો. યુવાને સમગ્ર ઘટના અંગે વીડિયો બનાવી આરોપ મુક્યો છે કે, આ વિસ્તારમાં નબળા રોડના કારણે વારંવાર ભૂવા પડે છે.

સરકારી બાબુઓના ખરાબ કામને કારણે થોડા સમય પહેલાજ કોંગ્રેસના કાઉન્સિલર શ્રી નિકુલસિંહ તોમરે મેયરશ્રી ને સભામાં જાણ કરી હતી કે સરકારી બાબુઓ બરાબર કામ નથી કરતા અને તેમના આવા વર્તનને કારણે માસૂમ પ્રજાને ભોગ બનવો પડતો હોય છે. આવા કર્મચારીઓ સામે કાયદેસરના પગલા લેવા માટે જણાવવામાં આવ્યું હતું.

 

Related posts

શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય, પ્રાથમિક શાળાઓમાં ‘બેગલેસ ડે’ની શરૂઆત કરાઇ

Ahmedabad Samay

કોરોના કાળમાં ગુજરાતમાં વધુ એક સંકટ, 19-20 મેના રોજ ‘તૌકતે’ વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રાટકવાની સંભાવના

Ahmedabad Samay

કલેકટર કચેરી ખાતે કોરોના મૃતકના સહાય ફોર્મ વિતરણની કાર્યવાહી શરૂ કરવામાં આવી.

Ahmedabad Samay

વિરાટનગર વિસ્તારમાં જી.પી.સી.બી. ના રેહમ રાહે ચાલી રહી છે પ્રદુષિત ફેકટરી,પ્રદૂષણ થી પ્રજા ત્રસ્ત

Ahmedabad Samay

હવામાન વિભાગે દેશના ૧૯ જેટલા મોટા રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને તીવ્ર આંધી-તોફાનનું રેડ એલર્ટ જાહેર કર્યું

Ahmedabad Samay

જો સુરતમાં કોરોના કેસ વધશે તો તેના જવાબદાર સી.એમ. ભૂપેન્દ્ર પટેલ હશે, સાયકલોથનમાં આશરે ૧૦,૦૦૦ જેટલી ભીડ એકત્રિત કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો