December 14, 2024
ગુજરાત

લોકડાઉન૪.૦ માં ગુજરાતમાં શુ ખુલશે અને શુ નહિ ખુલ્લે, સાંજ સુધી થશે જાહેરાત

આજથી  લોકડાઉન ૪.૦નો અમલ થઈ ચૂક્યું છે. લોકડાઉન ૪.૦ ની ખાસ વાતો :

પાન પાર્લર, દુકાનો, ચા-ફરસાણની દુકાનો, હેર કટીંગ સલુન, રેસ્‍ટોરન્‍ટની હોમ ડીલીવરી, ઓફિસો અને દુકાનો વગેરે ખોલવા મંજુરી અપાશે.

પ્રતિબંધો  માત્ર કન્‍ટેનમેન્‍ટ ઝોન અને બફર ઝોનમાં જ રહેશે.

શાળા-કોલેજો, મોલ, જીમ, ધાર્મિક મેળાવડા, મંદિરો, જાહેર સમારંભ લોકડાઉન ૪.૦ માં બંધ રહેશે.

સાંજે ૭ થી સવારે ૭ સુધીનો કર્ફયુ પણ રહેશે.

સાંજે ૫ ની આસપાસ દુકાનો બંધ કરવી પડશે

 

કેન્‍દ્ર સરકાર દ્વારા કોરોના ના વધતા જતા કેસને કારણે લોકડાઉન ૪.૦ બે સપ્તાહ લંબાવ્‍યુ છે પરંતુ તેમણે છૂટછાટોમાં રમતગમત સંકુલ, સલુન શોપ અને બસોની  પણ વાત જણાવી છે. કેન્‍દ્ર દ્વારા શાળા, કોલેજો, જીમ, ધાર્મિક સ્‍થળો, સિમેના, મોલ્‍સ વગેરે બંધ રાખવાની જાહેરાત કરી છે.

ગુજરાત સરકાર દ્વારા પણ આ બધુ બંધ રાખવાની જાહેરાત કરી છે અને તમામ  મંદિરો પણ  ૩૧મી સુધી બંધ રહેવાના છે.   ગુજરાત સરકારે આર્થિક પ્રવૃતિ પુનઃ શરૂ કરવાની તૈયારી શરૂ કરી છે. આજે સવારે ૧૧ વાગ્‍યાથી મુખ્‍ય સચિવે તમામ જિલ્લાઓના કલેકટરો, મ્‍યુનિસિપલ કમિશ્નરો સાથે વિડીયો કરી બેઠક યોજી હતી આ બેઠકને આધારે સાંજ સુધીમાં છૂટછાટોની યાદી જાહેર કરવામાં આવશે. સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે ગુજરાતમાં વેપાર-ધંધા પુનઃ શરૂ થાય  તે માટે સરકારે નવી નીતિ ઘડી છે જે અનુસાર મોટાભાગની દુકાનો આવતીકાલથી ખુલી જશે વ્યસનિયો માટે પણ રાહત આપતા ચા અને પાનના ગલ્લાઓ  પણ આવતીકાલથી ખોલવાની મંજુરી સરકાર આપી દે તેવી શકયતા છે. આવતીકાલથી હોટલો ફુડની હોમ ડીલીવરી પણ કરી શકશે. મિઠાઈ અને ફરસાણની દુકાનો પણ આવતીકાલથી ખુલી જાય તેવી શકયતા છે. બસો પણ નિયમોને આધીન શરૂ થાય તેવી શકયતા છે.

ગુજરાતમાં આવતીકાલથી  જાહેરમાં થુંકવા પર ૨૦૦ રૂા.નો દંડ અમલી બનશે. સરકાર દ્વારા સાંજ સુધીમાં આ અંગેની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવશે. જો કે લોકોએ અનેક પ્રકારના નિયમોનું પાલન કરવુ પડશે. ભીડભાડ ન થાય તે રીતે દુકાનો અને ઓફિસો ખોલવાની રહેશે.

સાંજે ૭ થી સવારે ૭ સુધી કર્ફયુનુ પાલન કરવુ પડશે. દુકાનો ખોલવાની મંજુરી અમુક કલાકો પુરતી જ રહેશે.   આર્થિક પ્રવૃતિ શરૂ થાય અને લોકોને રોજીરોટી પુનઃ મળવી શરૂ થાય તે માટે મુખ્‍યમંત્રીએ પણ કેન્‍દ્રમાં રજૂઆત કરી હતી.આત તમામ પ્રકારની છુટ કન્‍ટેનમેન્‍ટ ઝોન અને બફર ઝોનમાં  નહિ ખુલ્લે.

Related posts

હાર્દિક હુંડિયા થયા દાદા સાહેબ ફાળકે ભારત ગૌરવ સન્માન એવોર્ડથી સમ્માનિત

Ahmedabad Samay

આજ સ્થિતિ રહી તો લોકડાઉન ૪.૦ આવી શકે છે.

Ahmedabad Samay

તડ ને ફડ બે બાક બોલ: વિશાલ પાટણકર .આવી ગયો છે ધર્મની રક્ષણ કરવાનું સમય

Ahmedabad Samay

વરસાદ બાગ જૂનાગઢ હજૂ પણ પાણીમાં ગરકાવ, અનેક પશુઓના મૃતદેહ પણ મળી આવ્યા

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના ના રાષ્ટ્રીય કાર્યાલયના શુભ ઉદઘાટન મહંત શ્રી દિલીપદાસજી મહારાજ દ્વારા ઉદ્ઘાટન

Ahmedabad Samay

એન.સી.પી. પુરજોશમાં, એન.સી.પી.ના ચોથા કાર્યલયનો કુબેરનગરમાં ઉદ્ધાટન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો