September 23, 2026
ગુજરાત

ગુજરાતના જાણીતા વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ ગોહિલનું થયું નિધન

ન્યૂઝ ડિબેટમાં તર્કબદ્ધ દલીલ કરતા અને ખોટાને ખોટું કહેતા ડરતા નહી. કોઈ પણ વિષયમાં તર્કબદ્ધ દલીલ કરવી એ તેમની ઓળખ હતી એવા વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ ગોહિલનું ગત રોજ નિધન થયેલ છે.

ગુજરાતના જાણીતા વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ ગોહિલનું નિધન થયું છે. ભાવનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન દિલીપભાઈ ગોહિલનું નિધન થયું. સ્પષ્ટ વક્તા અને સટીક વિશ્લેષકની છાપ ધરાવતા દિલીપભાઈ ફાની દુનિયાને છોડી ગયા. કોઈ પણ વિષયમાં તર્કબદ્ધ દલીલ કરવી એ જ તેમની ઓળખ હતી. ખોટાને ખોટું કહેતા પણ દિલીપભાઈ ક્યારેય ડર્યા નથી.

ચર્ચામાં સામે વાળા વ્યક્તિને પણ હસતા મુખે સ્વીકારવી પડે તેવી દલીલો કરતા. વી-ટીવી ન્યુઝના મહામંથન કાર્યક્રમમાં ગુજરાતના દર્શકો નિયમિત દિલીપભાઈના વિશ્લેષણથી અભિભૂત થતા. દિલીપભાઈની અણધારી વિદાઈથી ગુજરાતના પત્રકારત્વ જગતને મોટી ખોટ પડી છે.

Related posts

ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલના જાતિવાદના નિવેદન થી લોકોમાં રોષ દેખાયો

Ahmedabad Samay

મહાભારતમાં કર્ણની ભૂમિકા ભજવનાર પંકજ ધીરનું અવસાન

Ahmedabad Samay

અખિલ ભારતીય ધનગર સમાજ મહાસંધે તેનો બીજો પરિચય સંમેલન અને ત્રીજો તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન

Ahmedabad Samay

નરોડામાં પોલીસ કર્મચારી પર હુમલો કરનારા 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી

Ahmedabad Samay

વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૦,૪૩૮ જેટલા નવા ટ્રાન્સફોર્મર્સની સ્થાપના: જરૂરિયાતમંદ લાભાર્થીઓને કુલ ૯૯,૯૦૨ ઘરગથ્થું વીજ જોડાણો આપવામાં આવ્યા

Ahmedabad Samay

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મુક્તિધામમાં ફ્રી જલ સેવા શરૂ કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો