September 21, 2026
દેશમનોરંજન

અભિનેતા અને બિગ બોસ ૧૩ વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું આજ રોજ હાર્ટઅટેક થી થયું નિધન

અભિનેતા અને બિગ બોસ 13 વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું ગુરુવારે નિધન થયું. મુંબઈની કૂપર હોસ્પિટલે સિદ્ધાર્થના મૃત્યુની પુષ્ટિ કરી છે. 40 વર્ષીય સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન થયું છે.

મળતી માહિતી મુજબ, અભિનેતા સિદ્ધાર્થ શુક્લાએ રાત્રે સૂતા પહેલા કેટલીક દવા ખાધી હતી પરંતુ તે પછી તે ઉઠી શક્યો નહીં. હોસ્પિટલે બાદમાં પુષ્ટિ કરી કે સિદ્ધાર્થનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે.

સિદ્ધાર્થ શુક્લ પોતાની માતા અને બે બહેનોને છોડી ગયા છે. કૂપર હોસ્પિટલના જણાવ્યા મુજબ, ગુરુવારે સવારે જ્યારે સિદ્ધાર્થ શુક્લાને હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે તેમનું મૃત્યુ થઈ ગયું હતું.

સિદ્ધાર્થ શુક્લાના અચાનક નિધનથી સમગ્ર બોલિવૂડ અને ટીવી ઉદ્યોગ શોકમાં છે. તમામ અભિનેતાઓ અને અભિનેત્રીઓ સિદ્ધાર્થ શુક્લાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

સિદ્ધાર્થ શુક્લાને બિગ બોસથી મળી હતી ખ્યાતિ, સિદ્ધાર્થ શુક્લા છેલ્લે મૃત્યુ પહેલા બિગ બોસમાં જોવા મળ્યો હતો

બિગ બોસ અને ખતરોં કે ખિલાડી વિજેતા

ટીવી ઇન્ડસ્ટ્રીનું મોટું નામ સિદ્ધાર્થ શુક્લાએ રિયાલિટી શો બિગ બોસની 13 મી સીઝન જીતી, આ સિવાય તેણે ખતરોં કે ખિલાડીની સાતમી સિઝન પણ જીતી. સિરિયલ બાલિકા વધુથી સિદ્ધાર્થ શુક્લે દેશના દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવી.

બિગ બોસ 13 ની સફળતા બાદ સિદ્ધાર્થ શુક્લાની ફેન ફોલોઇંગમાં જબરદસ્ત વધારો થયો હતો. અભિનેત્રી શહનાઝ ગિલ સાથેનું તેમનું જોડાણ સોશિયલ મીડિયા પર છવાયેલું હતું. તાજેતરમાં જ સિદ્ધાર્થ અને શહનાઝના ઘણા મ્યુઝિક વીડિયો પણ આવ્યા હતા, જે યુવાનોને ખૂબ ગમ્યા હતા.

Related posts

ફિલ્મ ધુરંધરમાં રણવીર સિહનો આ રોલ માત્ર એક ઝલક જ, પાર્ટ 2 માં હશે અશલી રૂપ

Ahmedabad Samay

ડિસેમ્બર માસ સુધી મળશે કોરોના ની રસી

Ahmedabad Samay

ભારતે છેલ્લા કેટલાક દિવસોમાં સિંધુ જળ સંધિને સ્‍થગિત કર્યા પછી પાકિસ્તાન ની પરિસ્‍થિતિ વધુ ખરાબ થઈ

Ahmedabad Samay

નીતીશ કુમારનો મહાગઠબંધને બાય-બાય, નીતિશ કુમાર મહાગઠબંધન છોડીને એનડીએમાં પાછા ફરશે

Ahmedabad Samay

ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે એનડીએના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન ચૂંટાઈ આવ્યા, સી.પી. રાધાકૃષ્ણન બન્યા નવા ઉપરાષ્ટ્રપતિ

Ahmedabad Samay

પી.એમ મોદીએ રાષ્ટ્રજોગ દરમિયાન વિવાદિત ત્રણેય કૃષિ કાનુનોને પરત લેવાની જાહેરાત કરી હતી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો