August 8, 2026
દેશ

હોશંગાબાદમાં ઈટારસી અને હરદા વચ્ચે ટાવર વેગન ટ્રેન બંધ પડતા ધક્કો મારી સાઈડમાં કરાઇ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો ધક્કામાર ટ્રેનનો વીડિયો હોશંગાબાદમાં ઈટારસી અને હરદા વચ્ચે પડતા ટિમરની રેલવે સ્ટેશન પાસેનો છે.  ટાવર વેગનનાં એન્જિનમાં અચાનક ખરાબી આવી ગઇ હતી. ખામીને કારણે, વેગન આગળ તો જઈ રહી હતી પરંતુ વેગનનાં આગળ જવાના કારણે તે પાછી આવી શકતી ન હોતી.

ત્યારબાદ ઇટારસીથી પવન એકસપ્રેસ ટ્રેન ટ્રેક પર આવી. ટ્રેક પર ઉભી રહેલી વેગનને કારણે ટ્રેનને લગભગ એક કિલોમીટર અગાઉથી રોકી દેવામાં આવી હતી અને લગભગ બે કલાક સુધી ટ્રેનને અસર થઈ હતી.ટાવર વેગન ખરાબ થયા બાદ માલગાડીમાં અનાજ ભરેલા કેટલાક મજૂરોને રેલવે સ્ટેશન નજીક વેગનને ધક્કો મારવા માટે બોલાવવામાં આવ્યા હતા.

https://youtu.be/Ro4Ayq1PCVo

પરંતુ તે મજૂરોએ વેગનને હલાવી પણ ન શકયા, જેના કારણે વધુ કામદારોને ફરીથી બોલાવવામાં આવ્યા અને ૪૦ થી વધુ કામદારોએ વેગનને એકસાથે ધક્કો માર્યો, વેગનને ખરા તડકામાં ધક્કો મારવામાં આવ્યો હતો અને ભારે મુશ્કેલીથી તેને લૂપ લાઇન પર ૩૦૦ મીટર સુધી ધકેલી દેવામાં આવી હતી, ત્યારબાદ ટ્રેક ખાલી થયો હતો અને પવન એકસપ્રેસ આગળ રવાના થઇ ગઇ હતી.

Related posts

ભારતીય હવામાન વિભાગે 9 મે 2026ના રોજ ઉત્તર પ્રદેશ સહિત દેશના અનેક રાજ્યોમાં કુદરતી આફતની ચેતવણી આપી

Ahmedabad Samay

4000 કરોડ રૂપિયાના તોતિંગ બજેટ સાથે બની રહેલી આ ફિલ્મ રણબીર માટે માત્ર એક વ્યાવસાયિક પ્રોજેક્ટ નથી, પરંતુ તેના અંગત જીવનની એક ભાવનાત્મક સફર બની ગઈ

Ahmedabad Samay

ભારતે સેમિકન્‍ડક્‍ટર ટેકનોલોજીમાં એક મોટો સીમાચિ હાંસલ કર્યો, દેશમાં બનેલી પ્રથમ સેમિકન્‍ડક્‍ટર ચિપ લોન્‍ચ કરવામાં આવી

Ahmedabad Samay

દિલ્હીમાં લોકડાઉન વધુ લંબાવાની આજે જાહેરાત કરાઇ, તો લોકડાઉનમાં ગુરુદ્વારા કેવી રીતે ખુલ્લું મુકાયું ?

Ahmedabad Samay

આજ સ્થિતિ રહી તો લોકડાઉન ૪.૦ આવી શકે છે.

Ahmedabad Samay

ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડવાથી  હાલ ચારધામની યાત્રા મુલતવી કરી દેવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો