December 10, 2024
ગુજરાતદેશ

બાબરી વિધ્વંશ નો આજે ચુકાદો

૩ દાયકા બાદ ૨૦૦૦ પાનાનો ચુકાદો : અડવાણી – મુરલી જોષી વગેરે આરોપી : ૪૯ આરોપીઓ સામે સીબીઆઇએ કરી હતી ચાર્જશીટ ફાઇલ : આરોપીમાંથી ૧૭ લોકોના થયા છે મૃત્યુ

આજે બાબરી મસ્જિદ વિધ્વંશ કેસનો ચૂકાદો આવશે. તમામની નજર આજે ચૂકાદા પર છે. લખનૌની સ્પે CBI કોર્ટ ચૂકાદો સંભળાવશે. આ કેસમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી સહિતના અનેક લોકો આરોપી છે.

૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ અયોધ્યામાં વિવાદિત માળખાને ધ્વસ્ત કરવામાં આવ્યું હતુ. આ મામલે લખનૌની CBI અદાલત પોતાનો ચૂકાદો સંભળાવશે. આ મામલામાં ભાજપના દિગ્ગજ નેતાઓ આરોપી છે જેથી તમામની નજર આ ચૂકાદા પર છે.

૪૯ આરોપીઓ સામે CBIએ ચાર્જશીટ ફાઇલ કરી હતી. ૪૯ આરોપીઓમાંથી ૧૭ લોકોના મૃત્યુ થયા છે.  લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, કલ્યાણ સિંહ અને વિનય કટિયાર પણ બાબરી કેસમાં આરોપી છે.

વિવાદિત માળખું તોડી પાડવા મામલે કુલ ૪૯ આરોપીના નામ ચાર્જશીટમાં છે. જેમાંથી ૧૭ આરોપીઓના મોત થઈ ચૂકયાં છે. આ કેસમાં ૩૨ આરોપીઓના નિવેદનો પર ચૂકાદો સંભળાવવામાં આવશે.

લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ, ઉમા ભારતી, વિનય કટિયાર, સાક્ષી મહારાજ, મહંત નૃત્ય ગોપાલદાસ, સાધ્વી ઋતંભરા અને  ચંપતરાય.

કેસમાં કુલ ૪૯ લોકોને આરોપી બનાવાયા હતા. ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ વિવાદિત માળખું ધ્વસ્ત કરવા બદલ FIR દાખલ થઈ હતી. બાલા સાહેબ ઠાકરે, અશોક સિંઘલ, ગિરિરાજ કિશોર સહિત ૧૭ આરોપીના નિધન થઈ ચૂકયા છે. ૩૨ આરોપીઓના નિવેદન પર ચુકાદો આવશે.

૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ અયોધ્યામાં કારસેવાની મંજૂરી સુપ્રીમ કોર્ટ પાસે માંગવામાં આવી હતી. કહેવાયું હતું કે રામભકત ચબૂતરા પર સરયૂનુ જળ એક મુઠ્ઠી માટી ચડાવશે.  તત્કાલિન ભાજપ સરકારે કહ્યુ હતું કે કારસેવક માત્ર કારસેવા કરી પાછા ફરશે. પરંતુ લાખોની સંખ્યામાં રામભકતોએ વિવાદિત માળખાને ધ્વસ્ત કર્યું હતુ.  માળખુ ધ્વસ્ત કરાયા બાદ તત્કાલિન કલ્યાણ સિંહ સરકારે રાજીનામું આપ્યું હતુ. સરકારે વિવાદિત માળખુ ધ્વસ્ત કરવાને લઈને તપાસના આદેશ આપ્યાં હતા.

Related posts

નરોડા વિસ્તારમાં વરસાદી પાણી ભરતા રાજેન્દ્રસિંહ સોલંકી દ્વારા પાણીનું નિકાલ કરવાનું કામ હાથધરાયું

Ahmedabad Samay

બાબરી વિધવંશ મામલો:અડવાણી સહિત તમામ ૩૨ આરોપીઓને ક્લિનચીટ

Ahmedabad Samay

મમતા બેનર્જી  અને ભાજપના તણાવ વચ્ચે ભારતીય ક્રિકેટના પૂર્વ કેપ્ટન ગાંગુલી બંગાળના રાજ્યપાલને મળ્યા

Ahmedabad Samay

IIM અમદાવાદા દ્વારા MBA PGPXના 2024ની નવી બેચનું કરાયું વેલકમ, 148 વિદ્યાર્થીઓ છે સામેલ

Ahmedabad Samay

રાજ શેખાવતની અમદાવાદ એરપોર્ટ પરથી જ અટકાયત કરવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદના કૃષ્ણનગરમાં ૭ થી ૮ લોકોએ એક યુવકની જાહેરમાં ઘાતકી હત્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો