August 7, 2026
ગુજરાતઅપરાધ

સરદારનગરમાં રાજુ ગેંડી બાદ તેના પુત્ર વિકી ગેંડીનો ત્રાસ,ગત રાત્રે વેપારીને જાનથી મારવાની આપી ધમકી

સરદારનગરમાં ફરી એકવાર ગેંડીનો ત્રાસ વધ્યો છે, સરદારનગરમાં કુખ્યાત વોન્ટેડ રાજુ ગેંડીના ત્રાસથી લોકો ત્રાહિમામ થઇ ગયા હતા વેપારીઓમાં પણ રાજુ ગેંડીની બીક હતી ગમે ત્યારે કોઈપણ વેપારી પાસેથી ખંડણી કરતો પૈસા ઉધરાવતો અને જોકોઈ આના કાની કરે તો તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતો,
થોડા સમય પહેલાજ પોલીસે રાજુ ગેંડીની ધરપકડ કરી જેલ ભેગો કર્યો છે પરંતુ તેના જેલવાસ બાદ તેની ગાદી પર તેના પુત્ર વિકી ગેંડી બેઠો છે તેવું લાગી રહ્યું છે, ગત રાત્રે સરદારનગરના એક વેપારીને રાત્રીના ૦૩ વાગ્યાના સુમારે વિકી ગેંડી અને તેના સાગરીતોએ તીક્ષ્ણ હથિયારની અણીએ ગાડીમાં બેસાડી સરદારનગરમાં આવેલ ઝૂલેલા મંદિર પાસે લઇ જઇ હથિયાર વડે જાનથી મારવાની ધમકી આપી હતી.

વેપારી દ્વારા અરેપોર્ટ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી  જાણ કરવામાં આવી છે. હવે જોવાનું એ છે કે એરપોર્ટ પોલીસ રાજુ ગેંડીના જેમજ તેના ગાદીપતિ વિકી ગેંડીને સ્પોર્ટ કરશે કે આ તેના સામે કડક કાર્યવાહી કરી પોતાની ફરજ નિભાવશે કે કેમ ?

Related posts

પોલીસ દ્વારા ઉત્તરાયણ પહેલા એસપી રિંગ રોડ નજીક ટ્રાવેલ્સ ગ્રાઉન્ડ પાસેથી 8.16 લાખ રૂપિયાની કિંમતની 2040 ચાઇનીઝ દોરીના ટેલરોં જપ્ત કર્યા

Ahmedabad Samay

લવ જેહાદની વધતી જતી પ્રવૃત્તિને અંકુશમાં લાવા કાયદો ઘડાશે: પ્રદીપસિંહ જાડેજા

Ahmedabad Samay

વડોદરા: પતિ, સાસુ-સસરા અને જેઠના ત્રાસથી 1 વર્ષના દીકરાની માતાએ ગળે ફાંસો ખાધો, દુષ્પ્રેરણા હેઠળ ચારેયની ધરપકડ

Ahmedabad Samay

રાજ્યભરમાં આગામી પાંચ દિવસમાં ત્રણ ડિગ્રી સુધી ગરમીનો પારો વધી શકે છે

Ahmedabad Samay

સોમવાર બાદ ચોમાસાની આગાહી

Ahmedabad Samay

આત્મનિર્ભર ગુજરાત યોજનાના ફોર્મ બેન્ક માંથી નિઃશુલ્ક મળશે, કોઈ પ્રકારની સિક્યોરિટી ની જરૂરી નહિ.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો