September 21, 2026
ગુજરાત

અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં આજે વહીવટી તંત્ર દ્વારા “ઓપરેશન ક્લિન” હાથ ધરવામાં આવ્યું

અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં આજે વહીવટી તંત્ર દ્વારા “ઓપરેશન ક્લિન” હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત તળાવની આસપાસના 5 હજારથી વધુ ગેરકાયદેસર ઝૂંપડાઓ પર બુલડોઝર ફેરવવામાં આવશે. આ મેગા ડિમોલિશનની કાર્યવાહી માટે 2 હજારથી વધુ પોલીસ કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જો કે, આ કાર્યવાહી સામે સ્થાનિક રહીશોએ હાઈકોર્ટમાં અરજી કરી છે. બડા ચંડોળા, શાહઆલમ, નવાબનગર અને કુલગીરીના છાપરાં વિસ્તારના 18 સ્થાનિક અરજદારોએ રાતોરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે અને તેઓ છેલ્લા 60 વર્ષથી ચંડોળા તળાવ ખાતે રહેતા હોવાની રજૂઆત કરી છે. દરમિયાન, ડિમોલિશનની કામગીરી દરમિયાન એક દારૂનો અડ્ડો પણ મળી આવ્યો હતો, જ્યાંથી મોટા પ્રમાણમાં દેશી દારૂની પોટલીઓ જપ્ત કરવામાં આવી છે. હાલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી ચાલુ છે.

અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો અને બાંગ્લાદેશી વસાહતો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને ગુજરાત પોલીસે મોટી કાર્યવાહી શરૂ કરી છે. આ મેગા ડિમોલિશન ઓપરેશનમાં 40 JCB મશીનો, 30 ડમ્પર અને 1000થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ચંડોળા તળાવ, શાહ આલમ, સિયાસતનગર, નવાબનગર અને ફુલગીરીના છાપરા વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો તોડવાની કામગીરી વહેલી સવારથી શરૂ થઈ ગઈ છે.

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ગુજરાત પોલીસે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ સામે તપાસ અને ડિપોર્ટેશનની કામગીરી તેજ કરી છે. ચંડોળા તળાવ વિસ્તારમાં છેલ્લા બે દિવસમાં 800થી વધુ શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી, જેમાંથી 143 બાંગ્લાદેશી નાગરિક તરીકે ઓળખાયા છે. આ ઉપરાંત, ગેરકાયદે બાંધકામોના વીજ કનેક્શન કાપવાની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે.

આ કાર્યવાહી દરમિયાન લલ્લા બિહારી નામના વ્યક્તિનું ફાર્મહાઉસ પણ તોડી પાડવામાં આવ્યું. પોલીસે દરવાજો તોડીને ફાર્મહાઉસમાં પ્રવેશ કર્યો અને AMCની ટીમે હથોડા અને JCBની મદદથી તેને ધ્વસ્ત કર્યું. આ ઓપરેશનને સફળ બનાવવા માટે પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, SOG, સાયબર ક્રાઈમ અને SRPની ટીમો સંયુક્ત રીતે કામ કરી રહી છે.

આ ઉપરાંત, 10થી વધુ ડ્રોન દ્વારા આખા વિસ્તાર પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. 28 એપ્રિલની રાત્રે AMC અધિકારીઓ અને શહેર પોલીસે આયોજન કરીને બુલડોઝરો અને ટ્રકો ગોઠવ્યા હતા. મોડી રાતથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી શરૂ કરાઈ, જે આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. આ વિસ્તાર ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહતો માટે કુખ્યાત રહ્યો છે, અને આ ઓપરેશન દ્વારા ગેરકાયદે બાંધકામોને સંપૂર્ણ રીતે હટાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

 

Related posts

શારદાબેન હોસ્પિટલના તંત્રની માનવતા મરી,કોરોના પોઝિટિવ દીકરાને લઈ ‘ માં ‘ હોસ્પિટલની બહાર રસ્તા પર બેઠી

Ahmedabad Samay

કુબેરનગરમાં રોડના નબળા કામથી પડેલા ભૂવામાં યુવાન ખાબકતા ગંભીર ઇજા પહોંચી

Ahmedabad Samay

અમદાવાદ: 2002ના રમખાણો મામલે તિસ્તા સેતલવાડે લીધું મોટું પગલું, હવે ફરી ગુજરાત હાઈકોર્ટમાં અરજી

Ahmedabad Samay

ખેંગાર રાજપુત રાજવંશ તરફથી બુંદેલખંડના મહારાજા ખેતસિંહ ખેંગારજીની જન્મ જયંતિ ઉજવવામાં આવી

Ahmedabad Samay

કઠવાડા ખાતે આવેલ ટેબલી લંબેહનુમાન દાદાને ૧૦૦ વર્ષ પૂર્ણ,મધુસુદનલાલજી મહારાજના વ્‍યાસાસને હનુમંતકથા યોજાશે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત ,

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદની છઠ પૂજા સેવા સમિતિ દ્વારા અમરાઇવાડી વિધાનસભામાં આસ્થા અને સૂર્ય ઉપાસનાના પર્વ છઠ્ઠ પૂજાના છઠ્ઠા વર્ષના કાર્યક્રમનું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો