February 9, 2025
ગુજરાત

અલ કાયદા સાથે સંકળાયેલા 4 શખ્સની ધરપકડ બાદ, એટીએસ મદદગારોને પકડશે, થયા કેટલાક મહત્વના ખુલાસાઓ

અમદાવાદમાંથી અલકાયદા સાથે જોડાયેલા 4 શખ્સોની ધરપકડ તેમના ભારતીય મોડલને તોડી પાડવા માટે કામગિરી એટીએસ દ્વારા કરવામાં આવશે. અલ-કાયદા સાથે સંકળાયેલા ચારેય બાંગ્લાદેશી તાલીમ બાદ ભારત આવ્યા હોવાની વિગતો સામે આવી હતી.

અમદાવાદ શહેરમાં થોડા દિવસોમાં ભગવાન જગન્નાથની ભવ્ય યાત્રા નીકળવાની છે ત્યારે ATSએ અલ-કાયદાના ભારતીય મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ બાંગ્લાદેશીઓનો હેતુ યાત્રામાં વિક્ષેપ પાડવાનો પણ હોઈ શકે તેવી આશંકા છે.

અલ કાયદાના ભારતીય મોડ્યુલનો પર્દાફાશ કર્યા બાદ ગુજરાત ATSએ તેની તપાસનો વ્યાપ વધારી દીધો છે. અલ-કાયદા સાથે સંકળાયેલા ચાર શખ્સની ધરપકડ બાદ, એટીએસ મદદગારોને પકડશે. અલકાયદા સાથે સંકળાયેલા ચાર બાંગ્લાદેશીઓ પાસેથી મળેલી માહિતીના આધારે, એટીએસ હવે તેમના મદદગારોને પકડવાનો પ્રયાસ કરી રહી છે, જેથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠનના ભારતીય મોડ્યુલને સંપૂર્ણ રીતે તોડી શકાય.

ગુજરાત ATSએ અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી ચાર બાંગ્લાદેશીઓને ઝડપી લીધા છે ત્યારે તમામે બાંગ્લાદેશમાં જરૂરી તાલીમ લીધી હોવાનું એટીએસની તપાસમાં બહાર આવ્યું છે. ભારતમાં પ્રવેશ્યા બાદ બનાવટી દસ્તાવેજો મેળવ્યા હતા, પછી અમદાવાદ આવ્યા હતા. આ મામલે ગુજરાત ATS હવે આ બાંગ્લાદેશીઓના મદદગારોને શોધી રહી છે. બાંગ્લાદેશમાં તેણે મેળવેલી તાલીમમાં, તેને ખાસ કહેવામાં આવ્યું હતું કે કેવી રીતે ભારતમાં જઈને અન્ય યુવાનોને કટ્ટરપંથી બનાવવું. રિમાન્ડમાં એટીએસની તપાસમાં વધુ ખુલાસા થવાની આશા છે.

અલ કાયદાના આ ઓપરેટિવ્સને પકડ્યા પછી, એટીએસ હવે તપાસ કરી રહી છે કે ચારેયને ભારત-બાંગ્લાદેશ સરહદ પાર કરવામાં કોણે મદદ કરી હતી. નાણાં એકત્ર કરવાની તેમની પદ્ધતિઓ શું હતી? એટીએસ એ પણ શોધી રહી છે કે કેટલા લોકો તેમના સંપર્કમાં આવ્યા છે, જેથી તેઓને કટ્ટરપંથી દૂર કરી શકાય. ગુજરાત ATSએ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં દેખરેખ વધારી છે. એટીએસના જણાવ્યા અનુસાર, આ તમામે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો હતો અને પછી પોતાને ભારતીય સાબિત કરવા માટે નકલી દસ્તાવેજો તૈયાર કર્યા હતા.

Related posts

ગુજરાતમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો લાવવાની તૈયારી

Ahmedabad Samay

અમદાવાદ: ઉમેશપાલ હત્યાકાંડની તપાસ હવે અમદાવાદમાં, ઉત્તરપ્રદેશ STFની ટીમ શહેર પહોંચી, જાણો શું છે સમગ્ર મામલો?

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લામાં આજથી ૨૭ એપ્રિલ સુધી ‘સ્વાગત સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવશે

admin

અખંડ રાષ્ટ્ર હિન્દૂ સેના દ્વારા છબીલા હનુમાન મંદિર સરસપુર ખાતે “અખંડ રામાયણ પાઠ” નું આયોજન કરાયું

Ahmedabad Samay

વિશ્વનું સૌથી મોટું નેશનલ મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમ અમદાવાદથી 75 કિમી દૂર લોથલમાં બનશે

Ahmedabad Samay

અમદાવાદમાં ફરીથી લોકડાઉન લદવાની વાતએ અફવા છે : તંત્રની સ્પષ્ટા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો