September 27, 2026
દુનિયાતાજા સમાચાર

એન્ટાર્કટિકાના થ્વાઈટ્સ ગ્લેશિયર થી એક મોટો હિસ્સો તૂટીને પડી શકે છે

New up 01

એન્ટાર્કટિકાના થ્વાઈટ્સ ગ્લેશિયર (Thwaites Glacier) થી એક મોટો હિસ્સો તૂટીને પડી શકે છે. ડૂમ્સ ડે ગ્લેશિયર(Doomsday Glacier) ના નામથી ઓળખાતા આ ગ્લેશિયરમાં ખતરનાક તિરાડો સામે આવી છે. એવું મનાઈ રહ્યું છે કે આગામી થોડાક વર્ષોમાં તેનો અમેરિકાના ફ્લોરિડા જેટલો મોટો હિસ્સો તૂટી શકે છે.

વૈજ્ઞાનિકોએ ચેતવણી આપતા કહ્યું છે કે જો આમ થયું તો તેનાથી વૈશ્વિક સમુદ્ર જળ સ્તરમાં અચાનક ખુબ વધારો થઈ શકે છે. ડેઈલી મેઈલના રિપોર્ટ મુજબ સોમવારે બહાર પાડવામાં આવેલા ડેટાથી જાણવા મળે છે કે મહાસાગરોના ગરમ થવાથી થ્વાઈટ્સ ઈસ્ટર્ન આઈસ શેલ્ફ (TIES) સબમરીન શોલ, કે બેંક પર પોતાની પકડ ગુમાવી રહ્યું છે. જે તેને બાકીના ગ્લેશિયર સાથે જોડી રાખવા માટે એક પિનિંગ પોઈન્ટ તરીકે કામ કરે છે. જેના કારણે તેનામાં તિરાડો પડી રહી છે.

અમેરિકી ભૂ-ભૌતિકીય યુનિયન(American Geophysical Union) ની વાર્ષિક બેઠકમાં પ્રસ્તુત સેટેલાઈટ તસવીરોથી TIES ની મોટી તિરાડો અંગે જાણવા મળ્યું છે. બેઠકમાં રિસર્ચર્સે કહ્યું કે જો આ તરતો આઈસ શેલ્ફ તૂટી જાય તો સમુદ્રના જળસ્તરમાં લગભગ 25 ટકાનો વધારો થઈ જશે.

Related posts

ચાંદલોડિયા ખાતે દુકાન જબરજસ્તી કબજે કરવા હવામાં કરવામાં આવ્યું ફાયરીંગ

Ahmedabad Samay

ATS એ નરોડા ખાતે ડુપ્લીકેટ વિઝા બનાવવાનું કૌભાંડ ઝડપ્યું

Ahmedabad Samay

થાઇલેન્ડ જવા માટે IRCTCએ જાહેર કર્યું પેકેજ,ભાવ સાંભળીને આજેજ કરાવશો ટીકીટ બુક

Ahmedabad Samay

બાબા વેંગા ની ભવિષ્યવાણી ફરી ચર્ચામાં

Ahmedabad Samay

જાણો આ વર્ષે શારદીય નવરાત્રીનો પવિત્ર તહેવાર, કળશ સ્થાપનાનો શુભ મુહૂર્ત

Ahmedabad Samay

કુરાન સળગાવવાની આગ સ્વીડનથી ઇરાકમાં સ્વીડિશ દૂતાવાસ પહોંચી, પ્રદર્શનકારીઓએ કર્યો હુમલો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો