August 9, 2026
ગુજરાત

કોર કમિટીની બેઠક બાદ રાજય સરકાર આજે નવી કડકમાં કડક ગાઈડલાઈન્સ જાહેર કરી શકે

ગુજરાતમાં હવે નવા કેસો ૨૫ હજારની નજીક આવી ગયા છે. દિવસ ને દિવસે કેસોમાં ૪૦૦૦થી ૫૦૦૦નો ઉછાળો આવી રહ્યો છે, જેને પગલે સરકાર વધુ કડક નિયંત્રણો લાદે એવી શકયતા છે. નાઇટ કર્ફ્યૂ સહિતની SOPની ૨૨મીએ મુદત પૂર્ણ થઈ રહી છે,

જેને પગલે આજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાજય સરકારની કોર કમિટીની બેઠક મળશે.કોર કમિટીની આ બેઠક બાદ રાજય સરકાર આજે નવી કડકમાં કડક ગાઈડલાઈન્સ જાહેર કરી શકે છે. આ બેઠકમાં વધુ નિયંત્રણો મૂકવા કે નહીં એના પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. સૌકોઈની નજર નાઇટ કર્ફ્યૂના સમય અને લગ્નમાં મહેમાનોની છૂટ પર છે.

નવી ગાઇડલાઇન્સમાં નાઇટ કર્ફ્યૂ રાતના ૧૦ને બદલે ૯ થી સવારના ૬ વાગ્યા સુધી કરવામાં આવી શકે છે. આ સાથે રાજય સરકાર  સામાજિક, રાજકીય પ્રસંગમાં નિયમો કડક બની શકે છે. તેમજ રાજયના ૧૨ થી વધુ જિલ્લામાં રાત્રી કર્ફ્યૂ લગાવવા વિચારણા કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ટાસ્ક ફોર્સના સભ્યો પણ વધુ નિયંત્રણો લગાવવાના સમર્થનમાં છે. આ સાથે હોટલ, કોમ્પલેક્ષ, મલ્ટીપ્લેક્ષમાં નવા નિયમો લગાવામાં આવી શકે છે. તેમજ  સરકારી, ખાનગી ઓફિસમાં ૫૦ ટકા મર્યાદા માટે વિચારણા હાથ ધરવામાં આવી રહી છે. ઉપરાંત માસ્ક સહિતના નિયમોના પાલન માટે તંત્ર આકરુ વલણ અપનાવશે.

New up 01

Related posts

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા ૪ સ્નેહમિલન અને વિદ્યાથી સન્માન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

કોરોના કેસ વધતા મનપા કમિશનરને અપાઇ છુટ, આજે થશે વધુ ચર્ચા:ડે. સી.એમ નીતિનભાઈ પટેલ

Ahmedabad Samay

સાંસદ નરહરિ અમીનને તેમની શ્રેષ્ઠ સંસદીય કામગીરી બદલ ‘સંસદ રત્ન પુરસ્કાર’ એવોર્ડથી નવાજવામાં આવશે

Ahmedabad Samay

લક્ષ્મી વિલા સ્કાય સિટીમાં દશહેરા નિમિતે સંપૂર્ણ દિવસ માટે યોજાયો ફાફડા જલેબીનો પ્રોગ્રામ

Ahmedabad Samay

મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સેવાસેતુ કાર્યક્રમના સાતમાં તબક્કાનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમરેલી શહેરમાં દબાણ હટાવ ઝુંબેશ માત્ર સીનસપાટા કરવા અને નાના માણસોને નિશાન બનાવવા માટે કરવામાં આવી હોય તેવુ લાગી રહ્યુ છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો