May 7, 2026
દેશ

મોદી સરકારનો નિર્ણય ONGC ની ૧.૫ ટકા ભાગીદારી વેચી દેવાશે

 

સરકાર આ અઠવાડિયે દેશની અગ્રણી ઓઇલ અને ગેસ ઉત્‍પાદક કંપની ONGCનો ૧.૫ ટકા હિસ્‍સો આશરે અંદાજે રૂ. ૩,૦૦૦ કરોડમાં વેચશે.

ઓઇલ એન્‍ડ નેચરલ ગેસ કોર્પોરેશન (બ્‍ફઞ્‍ઘ્‍) એ મંગળવારે શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્‍યું હતું કે, સરકારની સેલ ઓફર ૩૦ માર્ચે ખુલશે અને ૩૧ માર્ચે બંધ થશે.
કંપનીએ જણાવ્‍યું હતું કે, ‘સરકારે ૩૦ માર્ચ, ૨૦૨૨નું રોજ કંપનીના ૯,૪૩,૫૨,૦૯૪ શેર નોન-રિટેલ રોકાણકારોને અને ૩૧મી માર્ચે રિટેલ રોકાણકારોને વેચવાનો પ્રસ્‍તાવ મૂક્‍યો છે. આ સાથે ઉંચી બોલી આવવા પર ૯,૪૩,૫૨,૦૯૪ વધારાના ઇક્‍વિટી શેર વેચવાનો વિકલ્‍પ પણ રાખવામાં આવ્‍યો છે.’
તમને જણાવી દઈએ કે, કંપનીએ વેચાણ ઓફરની કિંમત ૧૫૯ રૂપિયા પ્રતિ શેર રાખી છે. બ્‍ફઞ્‍ઘ્‍એ મંગળવારે શેરબજારને જણાવ્‍યું હતું કે, આ કિંમત ગ્‍લ્‍ચ્‍ પર મંગળવારનાં કંપનીના શેરની બંધ કિંમત ૧૭૧.૦૫ રૂપિયા કરતા સાત ટકા ઓછી છે.
સરકાર બ્‍ફઞ્‍ઘ્‍માં ૬૦.૪૧ ટકાનો હિસ્‍સો ધરાવે છે. કંપની દેશના અડધા તેલ અને ગેસનું ઉત્‍પાદન કરે છે. ઓફર ફોર સેલમાં, ૨૫ ટકા શેર મ્‍યુચ્‍યુઅલ ફંડ અને વીમા કંપનીઓ માટે જયારે ૧૦ ટકા રિટેલ રોકાણકારો માટે રાખવામાં આવ્‍યાં છે.
છૂટક રોકાણકારો રૂ. ૨ લાખના મૂલ્‍ય સુધીના શેર માટે બોલી લગાવી શકે છે. બ્‍ફઞ્‍ઘ્‍નું કર્મચારીઓ ૫-૫ લાખ રૂપિયા સુધીના શેર માટે અરજી કરી શકે છે.

Related posts

ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આજથી નવું પોર્ટલ કાર્યરત કરાશે

Ahmedabad Samay

૦૪ ઓક્ટોબરથી એમેઝોન લાવી રહ્યુ છે એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ.

Ahmedabad Samay

પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડયૂટીમાં થયો વધારો.

Ahmedabad Samay

બ્રિટનની સ્કૂલમાં હિન્દૂ ધર્મનું ખોટું અર્થઘટન કરતો પાઠ : હિન્દૂ સંગઠનના વિરોધ બાદ સંચાલકોએ માફી માંગી : બુકમાંથી ચેપટર દૂર કરાયું

Ahmedabad Samay

રાહુલ ગાંધીને લોકસભા સાંસદ તરીકે ગેરલાયક ઠેરવ્‍યા બાદ શુક્રવારે સાંજે રાષ્ટ્રીય રાજધાનીમાં કોંગ્રેસના નેતાઓની બેઠક મળી

Ahmedabad Samay

ભારતની શક્‍તિશાળી સેનાએ રાત્રે ૧.૩૦ વાગ્‍યે ઓપરેશન સિંદૂરમાં પાકિસ્‍તાનમાં ૧૦૦ કિમી અંદર ઘૂસીને આતંકવાદી ઠેકાણાઓનો નાશ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો