સામાજિક ન્યાય અધિકારીતા મંત્રીશ્રી પ્રદિપભાઇ પરમારે જણાવ્યું છે કે રાજયમાં વસતા છેવાડાના માનવીઓના સર્વાગી વિકાસના મક્કમ નિર્ધાર સાથે અમારી સરકાર આગળ વધી રહી છે ત્યારે પીડિતો, શોપિતો, દલિતો અને વંચિતોનો આર્થિક રીતે ઉદ્ઘાર કરવા માટે અમારી સરકાર પ્રતિબદ્ઘ છે આ વર્ગોના કલ્યાણ માટે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અનેકવિધ નવતર આયામો હાથ ધર્યા હતા જેના દ્યણા સારા પરિણામો આજે જોવા મળી રહ્યા છે.
મંત્રીશ્રી પરમારે ઉમેર્યું કે રાજયમાં સામાજિક સમરસતા જળવાય અને સૌહાર્દ ભર્યું વાતાવરણ જળવાઈ રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની અમારી સરકારે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા ચાલુ વર્ષના અંદાજપત્રમાં સમરસતાના અનેકવિધ નવીન આયામો હાથ ધરીને આ વર્ગના લોકો માટે સર્વાગી વિકાસનું આયોજન હાથ ધર્યું છે.
વિભાગની અંદાજપત્રીય માંગણીઓ રજૂ કરતાં મંત્રીશ્રીએ કહ્યું કે રાજયમાં ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ રાજયની કુલ વસ્તીના ૮૫ થી ૯૦% જેટલી વસ્તીને આવરી લેતો મારો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક રીતે પછાત વર્ગો, વિચરતી અને વિમુકત જાતિઓ, લઘુમતીઓ, બિન અનામત વર્ગો, દિવ્યાંગ, નિરાધાર, વૃદ્ઘ અને થર્ડ જેન્ડર આ સર્વે જન સમૂહની ના શૈક્ષણિક, આર્થિક અને સામાજિક ઉત્કર્ષ માટે કટિબદ્ઘ છે તથા તેને ચરિતાર્થ કરવા માટે રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ માટેની બજેટ જોગવાઈની કુલ રકમ રૃા. ૮૬૩૨.૦૪ કરોડ થવા જઈ રહી છે
મહત્વના સુધારા આ પ્રમાણે છે.
શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાયમા વધારો
અનુસૂચિત જાતિના, અતિ પછાત જાતિના અને અન્ય વિકસતી જાતિના ધોરણ ૧ થી ૧૦માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ હાલના દરમાં રૂ.૨૫૦ થી રૂ. ૫૦૦ નો વધારો કરવામાં આવ્યો છે. ધો-૧ થી ૮માં અભ્યાસ કરતા તેમજ આદર્શ નિવાસી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ચૂકવવામાં આવતી ગણવેશ સહાય રૃા. ૬૦૦ની જગ્યાએ હવે રૃા. ૯૦૦ ચૂકવવામાં આવશે.વિવિધ અભ્યાસ ક્રમો માટે દિવ્યાંગ વિધાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃતિની રકમમાં દરેક તબક્કે રૃા. ૫૦૦ નો વધારો કરવામાં આવ્યો છે.
ગ્રાન્ટ ઈન એઈડ છાત્રાલયોમાં અને આશ્રમશાળામાં ચુકવણી વધારાઇ
અનુસુચિત જાતિ તેમજ વિકસતી જાતિઓના ગ્રાન્ટ ઇન એઇડ છાત્રાલય તથા આશ્રમશાળાને ચૂકવવામાં આવતા વિદ્યાર્થી દીઠ માસિક રૂ.૧,૫૦૦ ની જગ્યાએ હવે રૂ. ૨,૧૬૦ ના દરે નિભાવ ભથ્થું ચૂકવવામાં આવશે.
આ ઉપરાત ગ્રાન્ટ ઈન એઈડ છાત્રાલયોમાં કામ કરતા સ્નાતક ગૃહપતિ/ગૃહમાતાને હાલ ચૂકવવામાં આવતા રૂ. ૬,૫૦૦ ના વેતનમાં વધારો કરી ૧૦,૦૦૦, ધો.૧૨ પાસ ગૃહપતિ/ગૃહમાતાના રૂ. ૫,૫૦૦ના વેતનમાં વધારો કરી ૯,૦૦૦, મુખ્ય રસોયાના રૂ. ૩,૫૦૦ ના વેતનમાં વધારો કરી રૂ. ૬,૦૦૦, મદદનીશ રસોયા અને ચોકીદારના રૂ. ૩,૦૦૦ વેતનમાં વધારો કરી રૂ.૫,૦૦૦ આપવામાં આવશે.
ગ્રાન્ટ ઈન એઈડ છાત્રાલયોમાં હાલ વિદ્યાર્થી દિઠ ચૂકવવામાં આવતા મકાનભાડામાં વધારો કરીને અનુક્રમે પંચાયત વિસ્તારમાં રૃા. ૫૦ ના રૃા. ૧૦૦, નગર પાલિકા વિસ્તારમાં રૃ. ૭૦ના રૃ. ૧૪૦ અને મહાનગર પાલિકા વિસ્તારમાં રૃા. ૯૦ના રૃા. ૧૮૦ ચૂકવવામાં આવશે. અનુસુચિત જાતિ તેમજ વિકસતી જાતિઓના ડીગ્રી એન્જીનીયરીંગમાં ભણતાં વિધાર્થીઓને સાધન ખરીદવા માટે રૃ. ૫,૦૦૦ની સહાયમાંની જગ્યાએ હવે રૃ. ૮,૦૦૦/- ની સહાય ચૂકવવાનો નિર્ણય કરવામાં આવેલ છે.
ભગવાન બુધ્ધ રાજય શિષ્યવૃતિ (કન્યા) યોજના હેઠળ અનુસૂચિત જાતિની કન્યા ઓ કે જેઓના મા-બાપ/વાલીની વાર્ષિક આવક રૃા. ૬ લાખ સુધીની હોય તેવી કન્યાઓને આ યોજનાઓનો લાભ મળતો હતો, પરંતુ સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલની સરકારે આવક મર્યાદા જ દૂર કરવાનો નિર્ણય લીધો છે. હવેથી તમામ અનુ.જાતિની કન્યાઓને આ યોજનાનો લાભ મળશે.
એસ.એસ.સી પછીના અભ્યાસ ક્રમો માટે હાલ મળતા રૂ. ૬૫૦ થી રૂ..૨૮૦૦ ના દરમાં વધારો કરી હવે રૂ. ૧૫૦૦ થી રૂ.૫૦૦૦ સુધીની શિષ્યવૃતિ ચૂકવવાનો નિર્ણય લીધેલ છે જેને પરિણામે અંદાજિત ૧ લાખ ૫૦ હજાર વિદ્યાર્થીઓને ૩૭ કરોડ ૩૦ લાખ જોગવાઈ કરી લાભ આપવામાં આવશે.
અનુસૂચિત જાતિના અને વિકસતી જાતિઓના વિદ્યાર્થીઓ માટે શરૃ કરવામાં આવેલી ભ્ત્ર્.ઝ્ર. શિષ્યવૃત્તિ યોજનામાં વિદ્યાર્થીઓને મહત્ત્મ રૂ. ૩૦,૦૦૦ની સહાય ચૂકવવામાં આવતી હતી જેમાં રૂ. ૭૦,૦૦૦ જેટલી માતબર રકમનો વધારો કરીને હવે ૧ લાખ સુધીની સહાય ચૂકવવામાં આવશે.
ડો. સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન યોજનામાં નવદંપતિને અપાતા રૂ. ૧.૦૦ લાખની સહાય વધારીને રૂ. ૨.૫૦ લાખ સહાય આપવામાં આવશે.
રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના તથા નિરાધાર વૃધ્ધ પેન્શન સહાય યોજના હેઠળ ૬૦થી ૭૯ વર્ષ સુધીની વય ધરાવતા વૃદ્ઘોને માસિક રૂ. ૭૫૦ ની જગ્યાએ હવે રૂ. ૧૦૦૦ ચૂકવવાનો તથા ૮૦ કે તેથી વધુ વય ધરાવતા વૃધ્ધોને માસિક સહાય રૂ.૧૦૦૦ સહાયની જગ્યાએ રૂ.૧,૨૫૦ની સહાય ચૂકવવાનો નિર્ણય આ સરકારે કરેલો છે.
રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના હેઠળ તથા સંત સુરદાસ યોજના હેઠળ દિવ્યાંગ વ્યકિતને રાજય સરકાર દ્વારા માસિક રૂ. ૬૦૦ની સહાયમાં વધારો કરી રૂ. ૧,૦૦૦ની માસિક સહાય ચૂકવવામાં આવશે.
રાજયના દિવ્યાંગો પોતાને અનુભવાતી મુશ્કેલીઓની યોગ્ય રીતે રજુઆત કરી શકે તે હેતુસર અમારી સરકારે રાજયમાં પ્રથમવાર રૂ.૨૫ લાખના ખર્ચે દિવ્યાંગો માટેની સાંકેતિક ભાષામાં ૨૪ x ૭ હેલ્પ લાઇન શરૂ કરવાનો નિર્ણય કરેલો છે.
એજ પ્રમાણે રાજયના અનુસૂચિત જાતિના અને અનુસૂચિત જનજાતિના ઇસમો ઉપર થતા જાતીગત અત્યાચારનો ભોગ બનેલ નાગરિકો માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.
સામાજીક જવાબદારીના ભાગ રૂપે રાજયના જે નિરાધાર વૃદ્ઘ અને રાષ્ટ્રીય વૃદ્ઘ પેન્શન મેળવતા હતાં, તેમના અવસાન પ્રસંગે રાજય સરકાર તેમની યથોચિત અંત્યેષ્ઠિ થઇ શકે તે માટે રૂ.. ૫૦૦૦ની ઉચ્ચક સહાય આ વર્ષથી આપવાનો સંવેદનશીલ નિર્ણય કર્યો છે.
બૌધ્ધિક અસમર્થતા ધરાવતા દિવ્યાંગો માટેની આર્થિક સહાયની યોજનાઓમાં દિવ્યાંગો માટેની પાત્રતાનું ધોરણ હાલ ૭૫ % હતું તે ઘટાડીને હવે ૫૦% રાખવાનો નિર્ણય લેવામાં આવેલ છે. જેને કારણે અંદાજે રૂ. ૧૪ કરોડ ૪૦ લાખની વધારાની જોગવાઈ કરી લાભ આપવામાં આવશે.
ડો. બાબા સાહેબ આંબેડકર વિદેશ અભ્યાસ લોન યોજનામાં પણ ઘણા બધા સુધારાઓ કરી તેને વધુ લોકાભિમુખ કરવામાં આવી છે.આ યોજના માટે અત્યાર સુધી લાભાર્થી પાસેથી ૧૪ ડોકયુમેન્ટસ લેવામાં આવતા હતા જેમાં સુધારો કરી હવે ફકત ૮ ડોકયુમેન્ટસ જ લેવામાં આવશે. અત્યાર સુધી વિધાર્થીએ વિદેશ જતા પહેલા અરજી કરવાની જોગવાઇ હતી તેમાં સુધારો કરી હવે લાભાર્થી વિદેશ ગયા બાદ પણ ૬ માસ સુધી અરજી કરી શકશે. અગાઉ વિદેશમાં અભ્યાસ પૂર્ણ થયા બાદ લાભાર્થીએ ભારતમાં ૫ વર્ષ ફરજીયાતપણે સેવા આપવાની શરત હતી જે રદ કરવામાં આવેલ છે જેને કારણે હવે વિદ્યાર્થી ઉચ્ચ અભ્યાસ બાદ વિદેશમાં સ્થાયી થઇ શકશે. વિદેશ અભ્યાસની લોન મેળવવા માટે બે સધ્ધર જામીનદારોના રજુ કરવાની શરત દૂર કરીને હવે એક સદ્ઘર જામીન રજુ કર્યેથી લોન મેળવી શકશે.
હવેથી ધોરણ ૧૨ કે ત્યાર પછીના કોઇ પણ તબક્કે ૫૦ % કે તેથી વધુ માકર્સ મેળવનાર વિદ્યાર્થી એક વર્ષ કે તેથી વધુ સમયના ડીપ્લોમા, સ્નાતક અનુસ્નાતક પી.એચ.ડી, કે અન્ય કોઇ પણ વ્યવસાયિક અભ્યાસક્રમો માટે વિદેશ જવા માટે લોન મેળવવાને પાત્ર રહેશે.
અગાઉ અનુસૂચિત જાતિના કુટુંબના માત્ર એક જ સંતાનને વિદેશ અભ્યાસ માટે લોન મળી શકતી હતી. તેની જગ્યાએ હવે એક કુટુંબના બે વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળી શકશે.
વિદ્યાર્થીના કોઇ સગા-સંબધી વિદેશમાં રહેતા હોય તો તેઓ દ્વારા અરજદારોનો વિદેશ અભ્યાસ સ્પોન્સર કરેલો ના હોવો જોઇએ એવી શરત હવે દૂર કરવામાં આવેલ છે.એજ રીતે કોમર્શીયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન યોજનામાં પણ અત્યાર સુધી ૧૭ ડોકયુમેન્ટસ લેવામાં આવતા હતા જેમાં સુધારો કરી હવે ફકત ૧૦ ડોકયુમેન્ટસ જ લેવામાં આવશે.
અનુસૂચિત જાતિના કાયદા સ્નાતકોને વકીલાતની તાલીમ આપવા અંગેની ડો. પી. જી. સોલંકી વકીલ સ્ટાઈપેન્ડ યોજના માં અગાઉ સીનીયર વકીલ માત્ર બે જ જુનીયર વકીલ રાખી શકતા હતા તેને બદલે હવે વધુમાં વધુ પાંચ જુનિયર વકીલોને તાલીમ આપી શકશે એમ નક્કી કરવામાં આવ્યું છે. તેમજ સીનીયર વકીલો પાસેથી જુનીયર વકીલોએ દર મહીને તાલીમ લીધા અંગેના રજુ કરવાના પ્રમાણપત્રની જોગવાઇ રદ કરવામાં આવી છે.
કુંવરબાઇનું મામેરૂ યોજના હેઠળ લાભાર્થીને ચૂકવવામાં આવતી સહાય માટે હાલ લાભાર્થીએ રજુ કરવાના દસ્તાવેજોમાં પણ ઘટાડો કરી આ યોજના વધુ સરળ અને સુગમ બનાવવામાં આવી છે .હવે માત્ર લાભાર્થીએ માત્ર (૧) લગ્નની નોંધણી પ્રમાણપત્ર મેળવતી વખતે રજુ કરેલ ફોર્મ રજુ કરી અરજી કરી શકશે અને અગાઉ આ યોજના હેઠળ અરજો મંજૂર કરવા માટે સ્થળ તપાસની જોગવાઇ હતી તે દૂર કરી હવે રજુ કરેલ દસ્તાવેજોને આધારે સમક્ષ અધિકારીએ અરજી મંજૂર કરવાની રહેશે તેમ નક્કી કરવામાં આવેલું છે. આ યોજના હેઠળ પુનઃ લગ્ન કરેલ મહિલાના કિસ્સામાં પણ લાભ મળી શકશે. અનુ. જાતિ માટેની અને વિકસતી જાતિ માટેની સાત ફેરા સમુહ લગ્ન યોજના હેઠળ લાભાર્થીને ચૂકવવામાં આવતી સહાય માટે સમયમર્યાદામાં અરજીના નિકાલ કરવા માટે સ્થળ તપાસ કરવાની જગ્યાએ ડોકયુમેન્ટ આધારે અરજી મંજુર કરવાની પ્રકિયા કરવા ઠરાવેલ છે.
ડો. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજનામાં પહેલાં ૩૫ વર્ષની ઉમર પછીના વિધુર કે વિધવા જેને બાળકો ન હોય તેવી વ્યકિત જો પુનઃ લગ્ન કરે તો તેમને આ યોજના હેઠળ લાભ મળતો ન હતો હવે આ ૩૫ વર્ષની વય મર્યાદા દૂર કરવામાં આવેલ છે. તેમજ પર પ્રાંતની વ્યકિત સાથેના લગ્ન બાદ ગુજરાતમાં ફરજિયાત પણે સ્થાઈ થવા અંગેની શરત પણ દૂર કરવામાં આવેલ છે.
ધોરણ-૧ થી ૧૦માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના અંદાજે ૧ લાખ ૮૦૦ હજાર અને વિકસતી જાતિનાં ૩૮ લાખ વિધાર્થીઓને શિષ્યાવૃતિ આપવા અને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના અંદાજે ૩ લાખ ૩૭ હજાર અને વિકસતી જાતિનાં ૩૨ લાખ ૫૯ હજાર વિદ્યાર્થીઓને ગણવેશ સહાય આપવા બજેટમાં રૃ. ૭૮૪ કરોડ ૪૫ લાખની જોગવાઇ કરવામાં આવી છે.
સરસ્વતી સાધના સાયકલ યોજના હેઠળ ધોરણ-૯ માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિની ૨૦ હજાર અને વિકસતી જાતિની અંદાજે ૧ લાખ ૫૦ હજાર કન્યાઓને વિના મુલ્યો સાયકલ આપવામાં આવશે. જેના માટે બજેટમાં રૂ. ૬૯ કરોડ ૬૦ લાખની જોગવાઇ કરવામાં આવી છે. વિદેશમાં ઉચ્ચક અભ્યાસ માટેની લોન યોજનામાં વર્ષ ૨૦૨૨-૨૩માં અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિધાર્થીઓને રૃા. ૧૫ લાખની લોન આપવા બજેટમાં રૃા. ૬૯ કરોડ ૭૫ લાખની જોગવાઇ કરવામાં આવી છે.
