ચેમ્બુર વિસ્તારમાં દીવાલના ઘરાશાયી થવાને પગલે ૨૦ લોકોનાં મોત નીપજ્યાં છે.આ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અકસ્માતને લઇને દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘મુંબઈના ચેમ્બુર અને વિક્રોલીમાં દિવાલ ધરાશાયી થતાં લોકોના મોતથી હું દુ:ખી છું. મારી સંવેદનાઓ આ દુ:ખની ઘડીમાં શોક પામેલા પરિવારો સાથે છે. હું પ્રાર્થના કરું છું કે ઈજાગ્રસ્ત થયેલા લોકો જલ્દી સ્વસ્થ થાય.
વડા પ્રધાન મોદીએ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના સગાઓને વડા પ્રધાનના રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી ઘટનામાં મૃત્યુ પામનાર પ્રતેયક વ્યક્તિના પરિવારને ૦૨ લાખ અને ઈજાગ્રસ્તોને ૫૦,૦૦૦ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.