September 22, 2026
તાજા સમાચારમનોરંજન

પોન્‍નિયિન સેલ્‍વન ૧’ ઘણા વર્ષોની મહેનત બાદ તૈયાર થયેલી બિગ બજેટ ફિલ્‍મ છે. આ ફિલ્‍મે થિયટર્સમાં પહોંચતાં જ ધમાલ મચાવી

પોન્‍નિયિન સેલ્‍વન ૧’ ઘણા વર્ષોની મહેનત બાદ તૈયાર થયેલી બિગ બજેટ ફિલ્‍મ છે. આ ફિલ્‍મે થિયટર્સમાં પહોંચતાં જ ધમાલ મચાવી છે. ફિલ્‍મ અપેક્ષા પ્રમાણે પ્રદર્શન કરી રહી છે અને બોક્‍સ ઓફિસ પર છવાઇ ગઇ છે. પોન્નિયિન સેલ્‍વને રીલિઝના ત્રણ દિવસમાં જ બોક્‍સ ઓફિસ પર સેન્‍ચુરી મારી દીધી છે.

ફિલ્‍મ ‘પોન્‍નિયિન સેલ્‍વન ૧’ આ વર્ષે અત્‍યાર સુધી રીલિઝ થયેલી તમિલ ફિલ્‍મ્‍સમાં સૌથી વધુ ઓપનિંગ મેળવનાર ફિલ્‍મ પણ રહી છે. ‘પોન્‍નિયિન સેલ્‍વન ૧’ ૩૦ સપ્‍ટેમ્‍બરે રીલિઝ થઇ હતી. રીલિઝના પહેલા દિવસે ૩૬.૫૦ કરોડ રૂપિયાની શાનદાર ઓપનિંગ બાદ બીજા દિવસે ફિલ્‍મે ૩૪.૬૦ કરોડ રૂપિયાનું કલેક્‍શન કર્યું હતું. રવિવારના શરુઆતના ટ્રેન્‍ડ્‍સ અનુસાર આ ફિલ્‍મ ૩૮ કરોડ રૂપિયાની કમાણી કરતી જોવા મળી રહી છે. આમ, ફિલ્‍મે રીલિઝના ત્રણ દિવસમાં જ ૧૦૦ કરોડ રૂપિયાની કમાણીનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્‍મની હિંદી અને તેલુગુ આવૃત્તિએ પણ આ ત્રણ દિવસમાં સારી કમાણી કરી છે.

બીજી બાજુ, ઓવરસિઝમાં પણ પોન્નિયિન સેલ્‍વન ૧ નો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ફિલ્‍મ સારી કમાણી કરી રહી છે. ઇન્‍ડિયા સિવાય યુએઇ, શ્રીલંકા, મલેશિયા અને સિંગાપુરમાં પોન્નિયિન સેલ્‍વન ૧ બોક્‍સ ઓફિસ પર નંબર વન ફિલ્‍મ બની ગઇ છે. ૩૦ સપ્‍ટેમ્‍બરે ગ્‍લોબલ રીલિઝના એક દિવસ પહેલા પોન્નિયિન સેલ્‍વન ૧દ્ગફ્રત્‍ન યુએસએમાં પ્રીમિયર થયું હતું. જેનાથી ફિલ્‍મનું એક મિલિયન યુએસ ડોલર્સનું કલેક્‍શન થયું હતું. જે બાદ શુક્રવાર અને શનિવારે ફિલ્‍મે યુએસએ બોક્‍સ ઓફિસ પર સતત એક મિલિયન ડોલર્સનો આંકડો પાર કર્યો હતો.

Related posts

ભારતીય જનતા પાર્ટીને નીતિન નબીનના રૂપમાં નવા અધ્‍યક્ષ બન્યા

Ahmedabad Samay

“ધ તાજ સ્ટોરી” ઇતિહાસને કોર્ટમાં લાવવાની અનોખી વાર્તા પરની પરેશ રાવલની ફિલ્મ ૩૧ ઓક્ટોબરમાં થશે રિલીઝ

Ahmedabad Samay

34Kmની માઇલેજ… કિંમત રૂપિયા 5.54 લાખ! મારુતિની આ સસ્તી કારે બધાને છોડ્યા પાછળ

Ahmedabad Samay

શાહના માર્ગદર્શન હેઠળ છેલ્લા એક વર્ષમાં 10 લાખ કિલો માદક પદાર્થોનો નાશ કરવામાં આવ્યો

Ahmedabad Samay

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફરી એક વાર શોલનું માહોલ, વધુ એક દિગ્ગજ નેતા જગદીપ નું નિધન

Ahmedabad Samay

Suhana Khan: સ્ટાઇલિશ લુક, મસ્ત સ્માઈલ અને દિલ લૂંટે તેવો અંદાજ… શાહરૂખ ખાનની લાડલીએ ફરી એક વાર તેના નવા દેખાવથી ચાહકોના દિલમાં આગ લગાવી

admin

એક ટિપ્પણી મૂકો