August 8, 2026
તાજા સમાચારદુનિયાબિઝનેસ

શુ આપ દુનિયાની સૌથી વિશાળકાય હોટેલ વિશે જાણો છો,આ છે ૧૦,૦૦૦ રૂમ ધરાવતી એકમાત્ર હોટેલ

સાઉદી અરેબિયાના શહેર મક્કામાં દુનિયાની સૌથી મોટી હોટેલ ‘અબરાજ કુદાઈ’ બનાવવામાં આવી રહી છે. તેમાં 10 હજારથી વધુ રૂમ હશે. આ સાથે આ હોટલમાં 70 રેસ્ટોરાં પણ હશે. જો કે આ હોટલનું કામ વર્ષ 2017માં પૂર્ણ થવાનું હતું, પરંતુ હજુ સુધી તે તૈયાર નથી. આ 3.5 અબજ ડોલરનો પ્રોજેક્ટ છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ઘટાડો થવાના કારણે આ હોટલનું કામ સમયસર પૂર્ણ થઈ શક્યું નથી. હાલ રશિયામાં મોસ્કોમાં આવેલ હોટેલ ઇઝમેલોવો, વિશ્વની સૌથી મોટી હોટેલ છે. અહીં કુલ 7,500 રૂમ છે અને કોઈપણ હોટેલને આ સંખ્યાની બરાબરી કરવામાં થોડો સમય લાગી શકે એમ છે. આખી હોટેલ ચાર ટાવરની બનેલી છે, જેમાં પ્રત્યેકમાં 30 માળ છે.

દરેક ટાવરનું નામ ગ્રીક મૂળાક્ષરો – આલ્ફા, બીટા, વેગા અને ગામા-ડેલ્ટા પરથી રાખવામાં આવ્યું છે. 1980ના ઓલિમ્પિયાડ દરમિયાન એથ્લેટ્સને અહીં જ રાખવામાં આવ્યા હતા.

Related posts

ખતરનાક બન્યું બિપરજોય, ગુજરાતમાં દસ્તક દેશે, પાકિસ્તાનમાં પણ અસર કરશે, ચક્રવાત ક્યાં પહોંચ્યું?

Ahmedabad Samay

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કર્યું.

Ahmedabad Samay

ડેનમાર્કના હોર્સન્સમાં રમાઈ રહેલા થોમસ એન્ડ ઉબેર કપ 2026માં ભારતીય પુરૂષ ટીમે ઈતિહાસ દોહરાવતા સેમીફાઈનલમાં પ્રવેશ

Ahmedabad Samay

નવા કોરોના વેરિયન્ટથી ચેતી જજો,COVID-Omicron XBB ડેલ્‍ટા વેરિઅન્‍ટ કરતાં ૫ ગણું વધુ વાઇરલ છે અને તે કરતાં વધુ મૃત્યુદર ધરાવે છે

Ahmedabad Samay

34Kmની માઇલેજ… કિંમત રૂપિયા 5.54 લાખ! મારુતિની આ સસ્તી કારે બધાને છોડ્યા પાછળ

Ahmedabad Samay

શિવા ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો