September 21, 2026
ગુજરાતતાજા સમાચારરાજકારણ

ગુજરાતનાં ઓપિનિયન પોલ પ્રમાણે કોને કેટલી સીટો મળવાનો દાવો

ચૂંટણી આવે એટલે જેમ નેતાઓ અને સભાઓનો જાણે પર્વ આવ્‍યો હોય તેમ વિવિધ સર્વે અને પોલ પણ વધી ગયા છે, પહેલા ઓપીનિયન પોલ આવે અને મતદાન બાદ એકઝીટ પોલ. સર્વેના કારણે રાજકારણ પણ ગરમાતુ હોય છે અને જે તે પાર્ટીઓ સ્‍ટ્રેટેજી પણ એ પ્રમાણે નક્કી કરે છે.

ગુજરાતની ચૂંટણીને લઈને વધુ એક સર્વે સામે આવી રહ્યો છે જેમાં વારંવાર સત્તા પરિવર્તનનો ગુજરાતનો ક્રમ જળવાઈ રહેશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. ટાઈમ્‍સ નાઉ નવભારતના ઓપિનિયન પોલ અનુસાર ભાજપને ફરીથી પૂર્ણ બહુમત ગુજરાતમાં મળશે અને હિમાચલ પ્રદેશમાં પણ કમળ જ ખિલશે. નોંધનીય છે કે ગુજરાતમાં વર્ષોથી ભાજપની જ સરકાર રિપીટ થઈ રહી છે ત્‍યારે હિમાચલ પ્રદેશમાં ઊંધો ટ્રેન્‍ડ અત્‍યાર સુધી રહ્યો છે, અહીં દર પાંચ વર્ષે સરકાર બદલાઈ જાય છે. જોકે આ વખતે સરકાર રિપીટ થશે અને  ટેન્‍ડ તૂટશે તેવો દાવો સર્વેમાં કરવામાં આવી રહ્યો છે.

ગુજરાતનાં ઓપિનિયન પોલ પ્રમાણે કોને કેટલી સીટો મળવાનો દાવો :

ભાજપઃ ૧૨૫ થી ૧૩૧ બેઠક,

કોંગ્રેસઃ ૨૯ થી ૩૩ બેઠક,

AAP: ૧૮ થી ૨૨ બેઠક

હિમાચલ પ્રદેશના ઓપિનિયન પોલ.

ભાજપઃ ૩૮ થી ૪૨ બેઠક

કોંગ્રેસઃ ૨૫ થી ૨૯ બેઠક,

AAP: ૦ થી ૧ બેઠક”

Related posts

જાણો પોક્સો એકટ વિશે સચોટ માહિતી

Ahmedabad Samay

અમદાવાદ: હાટકેશ્વર બ્રિજ કેસને લઈ મોટા સમાચાર, અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ડાયરેક્ટર્સ સહિત 4ની ધરપકડ

Ahmedabad Samay

ચમનપુરા-મેઘાણીનગરમાં વરસાદી પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ આવ્યો : બિપિન પટેલ (પૂર્વ કાઉન્સિલર, અસારવા)

Ahmedabad Samay

વિજય ની સફર એક રસપ્રદ સક્સેસ સ્ટોરી: લેખક પ્રીતેશ પ્રજાપતિ

Ahmedabad Samay

સુરક્ષા ક્ષેત્રે ભવિષ્ય બનાવવાની સુવર્ણ તક, જાણીતી કંપનીમાં આવી સિક્યુરિટીની ભરતી

Ahmedabad Samay

અમિતશાહે રાહુલ ગાંધીના સેનાના જવાનોની જાતિ અને ધર્મ જાણવાના નિવેદન પર આક્રોશ વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમને આ વાત કહેતા શરમ આવવી જોઈએ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો